બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The biggest news regarding Bank Privatization Will these banks including PNB-SBI be privatized

મહત્વનું / Bank Privatisationને લઇ સૌથી મોટા સમાચાર: શું PNB-SBI સહિતની આ બેંકોનું થઇ જશે ખાનગીકરણ? જાણો વિગત

Arohi

Last Updated: 12:44 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિ આયોગે અમુક એવી બેંકોની લિસ્ટ જાહેર કરી છે જેનું સરકાર ખાનગીકરણ નહીં કરે. આવો જાણીએ આ લિસ્ટમાં કઈ કઈ બેંકોના નામ શામેલ છે.

  • નીતિ આયોગે બેંકોની લિસ્ટ કરી જાહેર 
  • સરકાર નહીં કરે તેનું ખાનગીકરણ 
  • જાણો લિસ્ટમાં કઈ કઈ બેંકોના નામ શામેલ 

પાછલા થોડા સમયમાં કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની ઘણી બેંકોમાં મોટા ફેરફાર કર્યા છે. છેલ્લા ત્રણ વર્ષોની અંદર કેન્દ્રની મોદી સરકારે 27 સરકારી બેંકોની સંખ્યાને ઘટાડીને 12 કરી દીધી છે હવે ઘણી બેંકોના પ્રાઈવેટાઈઝેશનને લઈને એક વખત ફરીથી ચર્ચા થઈ રહી છે. આ મામલા પર સરકારે કહ્યું કે બેંકિંગ સેક્ટરને આજે પણ રણનૈતિક ક્ષેત્રના રૂપમાં માન્યતા મળી છે. 

પાછલા થોડા સમયથી બેંકોના ખાનગીકરણને લઈને સતત ખબર આવી રહી છે જેના પર હવે નીતિ આયોગનું નિવેદન સામે આવ્યું છે. આ મામલા પર આયોગની એક લિસ્ટ જાહેર કરવામાં આવી છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે આગળ આવનાર દિવસોમાં સરકાર કેટલી બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. તેની સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે કેટલી બેંકોના ખાનગીકરણ પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે. 

આ બેંકોનું સરકાર નહીં કરે પ્રાઈવેટાઈઝેશન 
તમને જણાવી દઈએ કે નીતિ આયોગે કેટલીક એવી બેંકોની યાદી બહાર પાડી છે જેનું સરકાર ખાનગીકરણ નહીં કરે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન બેંકના નામનો સમાવેશ થાય છે.

જાણો કઈ બેંકોનું થશે પ્રાઈવેટાઈઝેશન 
તમને જણાવી દઈએ કે ઉપર આપેલી બેંકોની લિસ્ટ ઉપરાંત દરેક બેંકોનું સરકાર પ્રાઈવેટાઈઝેશન કરવાનું પ્લાન કરી રહી છે. નીતિ આયોગની નોટિસમાં એ પણ જણાવવામાં આવ્યું છે જે પણ બેંક કંસોલિડેશનનો ભાગ હતા તેમને આ લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 

નાણામંત્રીએ જાહેર કર્યું હતું કે સરકાર ઘણી સરકારી બેંક અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની પ્લાનિંગ કરી રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં સરકારનો લક્ષ્ય છે કે આ વિનિવેશ દ્વારા કુલ 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવે. 

સરકાર ટૂંક સમયમાં IDBI બેંકનું કરશે ખાનગીકરણ
IDBI બેંકમાં સરકારનો હિસ્સો 45.48 ટકા છે. ત્યાં જ LIC પાસે 49.24 ટકા હિસ્સો છે. એવું માનવામાં આવે છે કે સરકાર IDBI બેંકમાં કેટલોક હિસ્સો વેચશે અને LIC થોડો હિસ્સો વેચશે, તેની સાથે મેનેજમેન્ટ કંટ્રોલ પણ ખરીદનારને સોંપવામાં આવશે.

સરકાર ટૂંક સમયમાં બેંકમાં મોટો હિસ્સો વેચી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ટૂંક સમયમાં IDBI બેન્કમાં સરકારનો હિસ્સો વેચવા માટે બિડ આમંત્રિત કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ