બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The agriculture department has announced a relief package of 240 crores due to Biporjoy cyclone

BIG BREAKING / બિપોરજોય વાવાઝોડાને લઇ કૃષિ વિભાગે 240 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, આ બે જિલ્લાના ખેડૂતોને મળી મોટી સહાય

Vishal Khamar

Last Updated: 06:54 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેેલ દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને પિયત તેમજ બાગાયતી પાકનાં નુકશાન માટે રૂા. 240 કરોડનું રાહત પેકેજ જાહેર કરાયું.

  • બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકારની પેકેજની જાહેરાત
  • કૃષિમંત્રી રાઘવજી પટેલ નુકશાન સહાયની જાહેરાત કરશે
  • નિયમો કરતા વધુ સહાય રાજ્ય સરકાર આપશે

તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાને કારણે કચ્છ તેમજ બનાસકાંઠામાં  ભારે તારાજી સર્જી હતી. તેમજ ખેતરમાં ખેડૂતોનાં ઉભા પાકમાં નુકશાન થયું હતું.  ત્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ નુકશાન સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતો માટે બાગાયતી તેમજ પિયત પાકમાં થયેલ નુકશાન બાબતે રૂા. 240 કરોડનું પેકેજ જાહેર

આ બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, કચ્છ તેમજ બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાથી નુકશાન થયું હતું. કચ્છ તેમજ બનાસકાંઠાનાં ખેડૂતોને બાગાયતી તેમજ પિયત પાકોમાં થયેલ નુકશાન માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ તેમજ બનાસકાંઠામાં એક લાખ હેક્ટરમાં બાગાયતી પાકોને નુકશાન થયું છે.  ખેડૂતોને મદદરૂપ થવા 240 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ સહાય જાહેર કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠેકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા ૨૪૦ કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે*

આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા “બિપરજોય” વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે.જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે.કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત ૧ લાખ ૩૦ હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે. 

તેમણે ઉમેર્યુ કે,વાવઝોડાથી અસરગ્રસ્ત આ જીલ્લાઓમાં કુલ ૩૧૧ ટીમો દ્વારા સત્વરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ વાવાઝોડાથી મહત્તમ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓનાં ખેડુતોને મદદરૂપ થવા અંદાજિત રૂ. ૨૪૦ કરોડની માતબર રકમનું વાવાઝોડુ કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે.  તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા ખાસ સહાનુભુતિ અને ઉદારતા રાખી આ પેકેજમાં સૌપ્રથમ વખત સહાયના ધોરણોમાં ધરખમ વધારો કરવાનો ખેડુતહિતલક્ષી નિર્ણય કર્યો છે.  

રાજ્ય ભંડોળમાંથી પણ સહાય જાહેર કરાઈ
મંત્રી  એ કહ્યુ કે,બાગાયતી પાકો-ફળઝાડ પડી જવાથી નુકશાનીમાં સહાયરૂપ થવા માટે સૌપ્રથમ વખત રાજય સરકારે ઉદાર નીતિ દાખવી બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૧૦% કે તેથી વધુ અને ૩૩ ટકા સુધીના ઝાડ ઉખડી જવાના/પડી જઇ /ભાંગી જઇ નાશ પામેલ હોય તે અન્વયે ખાસ કિસ્સામાં પણ રાજય ભંડોળમાંથી રૂ.૨૫,૦૦૦/- પ્રતિ હેકટર સહાય જાહેર કરવામાં આવી છે.
સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર
તેમણે ઉમેર્યું કે,બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩% કે  તેથી વધુ ઝાડ ઉખડી જવાના/પડી જઇ/ભાંગી જઇ નાશ પામેલ હોય તે કીસ્સામાં SDRF ના નોર્મ્સ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય ઉપરાંત ખાસ કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૧,૦૨,૫૦૦/- ગણતરીમાં લઈ કુલ રૂ.૧,૨૫,૦૦૦/-  પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં  સહાય જાહેર કરેલ છે. સહાયની રકમમાં SDRF ઉપરાંતનો અત્યાર સુધીનો આ સર્વોચ્ચ વધારો છે. આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
ખેડૂતોએ પેકેજનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે
મંત્રીએ કહ્યુ કે,જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પાક નુકસાની સર્વેમાં ૩૩% કે તેથી વધુ  નુકસાન માલુમ પડેલ હોય તેમજ બાગાયતી ફળઝાડ ઉખડી જવાના કિસ્સામાં ૧૦% કે તેથી વધુ નુકસાન માલુમ તેવા સર્વે નંબરવાળા ખેડૂત ખાતેદાર કે જેમનો ગ્રામ્ય કક્ષાએ સર્વે યાદીમાં સમાવેશ થયેલ હોય તેવા ખેડૂત ખાતેદારોને જ આ સહાય પેકેજનો લાભ મળશે.ગ્રામ્ય કક્ષાની સર્વે યાદીમાં સમાવેશ થયેલ ખેડૂત ખાતેદારોને આ પેકેજનો લાભ લેવા માટે નિયત નમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે. 

તાલુકા કક્ષાએ ગામ વાઇઝ સર્વેની યાદી વિસ્તરણ અધિકારી(ખેતી) દ્વારા નિભાવવાની રહેશે. અરજી બાબતે કોઈ પ્રશ્ન હોય તો વિસ્તરણ અધિકારી (ખેતી)/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ બાગાયત નિયામકનો સંપર્ક કરવાનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ