બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tejasswi Prakash Talks About Her Relationship With Karan Kundra Video Goes Viral

મનોરંજન / કરણ કુન્દ્રા સાથેના સંબંધો પર તેજસ્વી પ્રકાશે તોડ્યું મૌન, રડતાં રડતાં કહી આ વાત, VIDEO વાયરલ

Megha

Last Updated: 01:26 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ કરણ અને તેજસ્વીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં હંમેશા હસતી અભિનેત્રી પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે રડતી જોવા મળે છે.

  • કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કપલ છે 
  • આ કપલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે
  • વિડીયોમાં અભિનેત્રી પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે રડતી જોવા મળી 

ટીવી જગતના લોકપ્રિય કપલમાંથી એક કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે અને આપણે બધા જાણીએ છીએ કે આ કપલ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કપલ્સમાંથી એક છે. આ કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવે છે. 'બિગ બોસ'ની 15મી સીઝનમાં નજીક આવેલા કરણ અને તેજસ્વીની જોડી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. હાલમાં જ કરણ અને તેજસ્વીનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હંમેશા હસતી અભિનેત્રી પોતાના સંબંધો વિશે વાત કરતી વખતે રડતી જોવા મળે છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેજસ્વી પ્રકાશ ખરાબ રીતે રડતી જોવા મળી રહી છે. આ વીડિયો ઘણો વાયરલ થયો છે અને ફેન્સ આ વિડીયો જોઇનએ ચોંકી ગયા છે. આ વાયરલ વીડિયોની શરૂઆતમાં તેજસ્વી કરણ પાસે બેઠેલી જોવા મળે છે અને પછી વાત કરતી વખતે અચાનક તેની આંખોમાંથી આંસુ આવવા લાગે છે. પોતાના ફેવરિટ સ્ટારને રડતા જોઈને તેના ફેન્સે પણ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે.

આ વિડિયોમાં તેજસ્વી રડતી વખતે કઈંક બોલતા પણ જોવા મળે છે, જો કે તેજસ્વીએ કંઈક એવું કહ્યું જે ચાહકોની ચિંતાઓને ખુશીમાં ફેરવે છે. રડતાં રડતાં તેજસ્વી કહે છે કે, 'હું અત્યારે સારો સમય વિતાવી રહી છું.' આ પછી કરણ તેને પૂછે છે, 'તુ રડે છે?' તેના જવાબમાં તેજસ્વી કહે છે, 'હું મારા ચાહકો સાથે શેર કરવા માંગુ છું કે હું તમારી સાથે કેટલી ખુશ છું.'

તેજસ્વીના આ વીડિયો પર યુઝર્સે ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને ચાહકો તેમના વિડીયો પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ