બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / team india who will be the next captain kl rahul rishabh pant shubman gill rohit sharma

ક્રિકેટ / સ્ટાર ખેલાડીઓની વધતી ઉંમર ભારતીય ટીમ માટે સૌથી મુશ્કેલી, કોણ હશે આગામી કેપ્ટન

Manisha Jogi

Last Updated: 08:48 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ પછી BCCIએ ભારતીય ટીમ માટે એક નવો એક કેપ્ટન શોધવો પડશે. સ્ટાર ખેલાડીઓની વધતી ઉંમરને કારણે નવા કેપ્ટનની પસંદગી કરવી જરૂરી છે.

  • BCCIએ ભારતીય ટીમ માટે એક નવો એક કેપ્ટન શોધવો પડશે 
  • ખેલાડીઓની વધતી ઉંમરને કારણે નવા કેપ્ટનની પસંદગી કરવી જરૂરી
  • આ ખેલાડી કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર

ભારતીય ક્રિકેટ ટીમ એક મહિના માટે આરામ કરી રહી છે. એપ્રિલ-મે દરમિયાન IPLમાં સતત ક્રિકેટ રમ્યા છે અને એક સપ્તાહ પછી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ટેસ્ટ મેચ રમી હતી, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 

ભારતીય ક્રિકેટ ટીમે સપ્ટેમ્બરમાં એશિયા કપ માટે રમવાનું છે, ત્યાર પછી વન ડે વર્લ્ડ કપ રમવાનો છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં આ તમામ મેચ રમશે અનો કોચિંગ રાહુલ દ્રવિડ કરશે. 

દિગ્ગજ ખેલાડી નિવૃત્તિ તરફ
વર્લ્ડ કપ પછી BCCIએ ભારતીય ટીમ માટે એક નવો એક કેપ્ટન શોધવો પડશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને આજિંક્યા રહાણે જેવા સ્ટાર ખેલાડીઓની વધતી ઉંમરને કારણે નવા કેપ્ટનની પસંદગી કરવી જરૂરી છે. 

ટેસ્ટ ટીમમાં સ્ટાર ખેલાડીઓની ઉંમર

  • રોહિત શર્મા- 36 વર્ષ
  • વિરાટ કોહલી- 34 વર્ષ
  • ચેતેશ્વર પૂજારા- 35 વર્ષ
  • આજિંક્યા રહાણે- 35 વર્ષ
  • રવિચંદ્રન અશ્વિન- 36 વર્ષ

આ 4 દાવેદારો સાથે એક જેવી સમસ્યા
રોહિત શર્મા પછી ટેસ્ટ ટીમમી કેપ્ટનશીપના દાવેદારમાં કે.એલ. રાહુલ અને વિકેટકીપર ઋષભ પંત સૌથી આગળ છે. રાહુલને સતત ઈજા થવાને કારણે મેનેજમેન્ટ ચિંતિત છે, તેમની હાલમાં જ સર્જરી થઈ છે. ઋષભ પંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં રિકવર થઈ રહ્યા છે, ત્યાર પછી જાણી શકાશે કે, તેમીની દાવેદારીનું શું થશે. 

ઋષભ પંત

રાહુલ અને પંત પછી શ્રૈય્યસ ઐય્યર, શુભમન ગિલ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ માટે કેપ્ટનશીપના દાવેદાર છે. ઐય્યર અને બુમરાહ પણ ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર છે. આ બંને ખેલાડીઓની સર્જરી થઈ છે, ત્યારપછી તેઓ વાપસી કરી શક્યા નથી. 

શુભમન ગિલ કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદાર
શુભમન ગિલે તેમની બેટીંગથી અનેક વાર ટીમને જીત અપાવી છે. વન ડે મેટમાં બેવડી સદી ફટકારી છે અને IPL મેચમાં પણ ધમાકેદાર બેટીંગ કરી હતી. જેથી શુભમન ગિલ કેપ્ટનશીપ માટે મજબૂત દાવેદારી રજૂ કરી શકે છે. 

શુભમન ગિલ

શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવે તો BCCIને ફાયદો થઈ શકે છે. ગિલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમવા માટે સક્ષમ છે. જે પ્રકારે ટેસ્ટ મેચમાં રન કરે છે, તે પ્રકારે વનડે અને ટી20 મેચમાં ધમાકેદાર બેટીંગ કરે છે. વન ડે અને ટી20 માટે BCCIની પહેલી પસંદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છે. 

ટેસ્ટ ટીમની કેપ્ટનશીપના દાવેદાર અને તેમની ઉંમર

  • કે.એલ. રાહુલ- 31 વર્ષ
  • ઋષભ પંત- 25 વર્ષ
  • શુભમન ગિલ- 23 વર્ષ
  • જસપ્રીત બુમરાહ- 29 વર્ષ
  • શ્રેયસ ઐય્યર- 28 વર્ષ

કે.એલ. રાહુલ
કે.એલ. રાહુલને ભારતીય ટીમની કેપ્ટનશીપ માટે સૌથી વધુ તક મળી છે. કે.એલ. રાહુલે ત્રણેય ફોર્મટમાં કુલ 11 મેચની કેપ્ટનશીપ સંભાળી છે અને 7 મેચમાં જીત મેળવી છે. ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે પરંતુ સાઉથ આફ્રિકા સામેની તમામ 5 મેચમાં હાર મેળવી છે. 

શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર
ઋષભ પંચે સાઉથ આફ્રિકા સામે T20 મેચમાં કેપ્ટનશીપ સંભાળી હતી. જૂન 2022માં રમવામાં આવેલ આ સીરિઝ 2-2ની બરાબરી પર પૂર્ણ રહી હતી. જસપ્રીત બુમરાહે જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામે બર્મિંઘમ ટેસ્ટમાં કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમને હાર મળી હતી. 

શુભમન ગિલ અને શ્રૈયસ ઐય્યર અત્યાર સુધી કોઈપણ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શક્યા નથી. શ્રૈયસ ઐય્યરે IPLમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ સંભાળી હતી. હાલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન છે, પરંતુ ઈજાને કારણે 2023ની સીઝન રમી શક્યા નહોતા. 

કેપ્ટનશીપની તક

  • કે.એલ.રાહુલ; 11 મેચ: 7 જીત, 4 હાર
  • ઋષભ પંત; 5 ટી20  મેચ: 2 જીત, 2 હાર, 1 ડ્રો
  • જસપ્રીત બુમરાહ; 1 ટેસ્ટ મેચ: 0 જીત, 1 હાર
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ