બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / team india new odi captain strong contender bcci team india west indies

ક્રિકેટ / ન તો પંડ્યા, ન તો જાડેજા... આ 3 ખેલાડીઓ બની શકે છે ભારતીય ટીમના આગામી કેપ્ટન

Arohi

Last Updated: 05:44 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Cricketer: ભારતમાં આ વર્ષે થવા જઈ રહેલા 2023 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાની સાથે સાથે સન્યાસની જાહેરાત કરી શકે છે.

  • હાર્દિક પંડ્યા નહીં બને કેપ્ટન? 
  • આ 3 ખેલાડીઓ બની શકે છે કેપ્ટન 
  • રોહિત શર્મા છોડી શકે છે કેપ્ટન્સી 

હાર્દિક પંડ્યાને રોહિત શર્માના બાદ ટીમ ઈન્ડિયા પરમનેન્ટ વનડે અને ટી20 કેપ્ટન બનવાના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ વેસ્ટઈન્ડિઝના સામે ટી20 સીરિઝમાં હારે તેમની કેપ્ટન્સીની પોલ ખોલી દીધી છે. 

ભારતમાં આ વર્ષે થવા જઈ રહેલા 2023 વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી છોડવાની સાથે સાથે સન્યાસની જાહેરાત કરી શકે છે. એવામાં ટીમ ઈન્ડિયાને એક એવા વનડે અને ટી20 કેપ્ટનની જરૂર છે જે મેદાન પર ધોનીની જેમ નિર્ણય લે. આવો એક નજર કરીએ તે 3 ખેલાડીઓ પર જે ભારતના બીજા વનડે કેપ્ટન બની શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rishabh Pant (@rishabpant)

ઋષભ પંત 
ઋષભ પંત ટીમ ઈન્ડિયાના નવા વનડે કેપ્ટન બનવા માટે સૌથી મોટા દાવેદારમાંથી એક છે. હાલ અકસ્માત બાદ ઋષભ પંત ટીમ ઈન્ડિયામાં વાપસી માટે સતત મહેનત કરી રહ્યા છે. ઋષભ પંતની કેપ્ટન્સીમાં મહેન્દ્ર સિંહ ધોનીની ઝલક પણ જોવા મળે છે. 

25 વર્ષના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત હાલ યુવા છે અને લાંબા સમય સુધી ભારતની વનડે કેપ્ટ્નસી કરવાનો દમ રાખે છે. ઋષભ પંત ભારતના સૌથી મોટા મેચ વિનર છે. ઋષભ પંતના વિકેટકીપર બેટ્સમેન તરીકે પ્રદર્શનને જોતા તેમને ટીમ ઈન્ડિયા અને વનડે કેપ્ટન બનાવી શકાય છે. 

શુભમન ગિલ 
23 વર્ષની ઉંમરમાં જ શુભમન ગિલ ભારત માટે ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સેન્ચુરી મારનાર પહેલા બેટ્સમેન છે. શુભમન ગિલનું વનડે ક્રિકેટમાં ભવિષ્ય ખૂબ જ ઉજ્જવલ છે. એવામાં તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી શકે છે અને કેપ્ટન્સીનો રોલ પણ કરી શકે છે. 

શુભમન ગિલ જે રીતે બેટિંગ કરે છે તે જોતા તે આવનાર 10થી 15 વર્ષ સુધી ભારત માટે ક્રિકેટ રમી શકે છે અને કેપ્ટન્સી પણ કરી શકે છે. 

શ્રેયસ અય્યર 
જો શ્રેયસ અય્યર ભારતના બીજા વનડે કેપ્ટન બની જાય છે તો ટીમને તેનાથી ખૂબ ફાયદો થશે. ટીમ ઈન્ડિયાના ટેલેન્ટેડ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પણ ભારતના ઉપરાંત વનડે કેપ્ટન બની શકે છે સૌથી મોટા દાવેદાર પણ છે. મુંબઈના 28 વર્ષીય બેટ્સમેન શ્રેયસ અય્યરે ભારતીય ટીમના માટે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરની શરૂઆત વર્ષ 2017માં કરી હતી. 

કેપ્ટન્સીની વાત કરીએ તો આઈપીએલ 2018માં અય્યરને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાર બાદ આઈપીએલ 2020માં દિલ્હી કેપિટલ્સની ટીમ તેમની કેપ્ટન્સીમાં ફાઈનલ સુધી પહોંચી. IPL 2022 સીઝનમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને કેપ્ટન જાહેર કર્યા. તેનાથી તેમની ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી કરવાની તક પણ ખુલી ગઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Team India cricketer odi captaincy ટીમ ઈન્ડિયા team india new odi captain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ