બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Tea or coffee, which of the two is more beneficial for health
Last Updated: 09:15 AM, 28 December 2023
ADVERTISEMENT
શિયાળામાં શરદી-ઉધરસ એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે માથાંમાં દુ:ખાવો થાય છે અને થાક લાગે છે. આ સમયે કઈક એવું પીવાનું મન થાય છે જેના કારણે શરીર ગરમ થઈ જાય અને આ સાથે સામાન્ય સમસ્યાઓથી પણ રાહત મળે. હવે પ્રશ્ન એમ છે કે ચા અથવા કોફી, બંને માંથી શું પીવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

ADVERTISEMENT
ચા અથવા કોફી
શિયાળામાં કોફીનું સેવન ચા કરતા વધુ ફાયદાકારક છે. કોફીની અંદર કેફીન હોય છે. જે તમારા રક્ત પુરવઠાને સુધારે છે અને તમને ગરમ રાખે છે. શરીરની અંદર જમા થયેલ ઝેરને દૂર કરે છે. હ્રદયને સ્વસ્થ રાખે છે. ચા પીવાથી તમને થોડી વાર માટે સારું લાગશે પણ વધુ ગરમી નહીં મળે, જેટલી કોફીનાં સેવનથી મળશે. આ સાથે તે શરદી-ઉધરસ અને માથાનાં દુ:ખાવાથી પણ રાહત આપે છે. આ ઉપરાંત તેનાં બે વિશેષ ફાયદા પણ છે.

ADVERTISEMENT
શિયાળામાં કોફીનાં સેવનતી થતાં ફાયદાઓ
ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર
કોફીની અંદર કેફીનનું સારું પ્રમાણ હોય છે. જે તમારા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. કેફીન તમને લાંબા સમય સુધી માનસિક રીતે સતર્ક રાખે છે. જેના કારણે તમને વારંવાર ઊંઘ નથી આવતી.
ADVERTISEMENT
એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર
એન્ટીઓક્સિડેન્ટ એક એવો પ્રદાર્થ છે જે સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ સાથે ફ્રી રેડિકલ્સથી કોષોને થતાં નુકસાનને અટકાવે છે. ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે અને પ્રદૂષણનાં કારણે થતાં તણાવને દૂર કરે છે. આ બધા ગુણ ચા કરતા કોફીની અંદર વધુ પ્રમાણમાં હોય છે. આ પ્રમાણે કોફીનું સેવન શિયાળામાં કેટલીક બીમારીઓથી બચાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.