બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / taxpayers in Ahmedabad will get the benefit of 15 percent advance rebate scheme

તક / આવતીકાલથી અમદાવાદમાં કરદાતાઓને મળશે 15 ટકા એડવાન્સ રિબેટ સ્કીમનો લાભ, જાણો ક્યાં સુધી લાગુ રહેશે

Kishor

Last Updated: 06:15 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રામાણિક કરદાતાઓ માટે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ૧૫ ટકા રિબેટ યોજનાની જાહેરાત કરાઈ હોઈ તેની અમલવારી આવતીકાલથી થશે

  • પ્રોપર્ટી ટેક્સધારકો માટે આનંદના સમાચાર
  • પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓને કાલથી ૧૫ ટકા એડ્વાન્સ રિબેટ સ્કીમનો લાભ 
  • વર્ષ ૨૦૨૪-૨૫ અને વર્ષ ૨૦૨૫-૨૬નો એડ્વાન્સ ટેક્સ પણ ચૂકવી શકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સધારકો માટે આનંદના સમાચાર છે. આવતીકાલથી તંત્ર દ્વારા એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજના હેઠળ કરદાતાઓને ૧૫ ટકા રિબેટનો લાભ મળતો રહેશે. આ સ્કીમ એક મહિના સુધી એટલે કે તા. ૧૭ મે સુધી ચાલનારી એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાના મામલે અત્યાર સુધીની ઐતિહાસિક ગણાય તેવી સ્કીમ છે. શહેરના પ્રામાણિક કરદાતાઓ માટે મ્યુનિ. પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા ૧૫ ટકા રિબેટ મળે તેવી અભૂતપૂર્વ યોજનાની જાહેરાત કરાઈ હોઈ તેની અમલવારી આવતી કાલથી થશે. તંત્ર દ્વારા સળંગ ત્રણ વર્ષ સુધી એડ્વાન્સમાં ટેક્સ ભરપાઈ કરનારા કરદાતાઓને વધુ બે ટકા રિબેટ આપવાની જાહેરાત કરાઈ હોઈ ચાલુ નાણાકીય વર્ષમાં પહેલી વખત પ્રામાણિક કરદાતાઓને આ સ્કીમથી ટેક્સબિલમાં ૧૫ ટકા રિબેટ મળશે.

રીબેટ ટેક્સ યોજના ચાલુ કરી અમદાવાદ AMCએ તિજોરી ભરવાનું શરુ કર્યું |  launching a rebate tax scheme, Ahmedabad AMC started filling the vault

કુલ ૧૫ ટકા રિબેટ મળશે
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટના ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના સુધારિત બજેટ હેઠળ ઠરાવ નંબર-૧થી તંત્રનો પ્રોપર્ટી ટેક્સ નિયમિત ભરનારા નાગરિકો માટેની એડ્વાન્સ પ્રોપર્ટી ટેક્સ સ્કીમ હેઠળ ટેક્સની રકમ પર ૧૨ ટકા રિબેટ તેમજ ઓનલાઇન ટેક્સ ભરનારને વધુ એક ટકા રિબેટ મળીને કુલ ૧૩ ટકા રિબેટ અપાશે. ઉપરાંત સળંગ ત્રણ વર્ષથી નિયમિત ટેક્સ ભરનારાને વધુ બે ટકા મળી કુલ ૧૫ ટકા રિબેટ મળશે.

રિબેટ સ્કીમથી રૂ. ૪૦૦ કરોડની આવક થવાની આશા
સત્તાવાળાઓ દ્વારા તા. ૧૮ એપ્રિલથી તા. ૧૭ મે સુધીની આ રકમ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ અને વર્ષ ૨૦૨૫-૨૬નો એડ્વાન્સ ટેક્સ કરદાતા ભરી શકશે તેવી જાહેરાત કરાઈ છે, પરંતુ આગામી બે નાણાકીય વર્ષમાં જે તે વખતે જે રિબેટની સ્કીમ ચાલુ હશે તેનો જ લાભ કરદાતાને મળશે.દરમિયાન મ્યુનિ. રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલ કહે છે, રિબેટ સ્કીમથી રૂ. ૪૦૦ કરોડની આવક થવાની આશા છે. ઉપરાંત કાલે ટેક્સ દરબાર પણ યોજાવા જઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ