બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tamil nadu bjp chief annamalai ipl final 2023 csk won ravindra jadeja party worker

નિવેદન / 'ભાજપ કાર્યકર્તા CSKની જીત માટે જવાબદાર...', તમિલનાડુ પાર્ટીના અધ્યક્ષનો ચોંકાવનારો દાવો

Malay

Last Updated: 11:51 AM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત આઈપીએલ વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા. આ શાનદાર જીતનો શ્રેય તેમણે રવિન્દ્ર જાડેજાને આપીને તેમને (રવિન્દ્ર જાડેજાને) ભાજપના કાર્યકર્તા ગણાવ્યા.

 

  • ભાજપના કાર્યકર્તાએ અપાવી જીતઃ અન્નામલાઈ
  • રવિન્દ્ર જાડેજાને ગણાવ્યા ભાજપના કાર્યકર
  • CSKની જીતનો શ્રેય રવિન્દ્ર જાડેજાને આપ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 મેના રોજ રમાયેલી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચમાં CSKનો શાનદાર વિજય હતો. જે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ટીમના ખેલાડીઓ પર ફેન્સની શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે તમિલનાડુના ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત આઈપીએલ વિજેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે રવિન્દ્ર જાડેજાને જીતનો શ્રેય આપતા તેમને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા.  

ધોની ફેન્સની બીકે ઉપર બેટિંગ કરવા નથી આવતો રવીન્દ્ર જાડેજા? કર્યો મોટો  ખુલાસો, જુઓ શું કહ્યું | ipl 2023 ravindra jadeja says dhoni fan will pray  for my wicket if a bat higher

ભાજપના કાર્યકર્તાએ CSKને જીત અપાવીઃ અન્નામલાઈ
તમિલનાડુ ભાજપે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી અન્નામલાઈના નિવેદનને ટાંકીને ટ્વીટ કર્યું છે. જેમાં અન્નામલાઈને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, 'ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ભાજપના કાર્યકર્તા છે. તેમના પત્ની રીવાબા જાડેજા જામનગર વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે, તેઓ એક ગુજરાતી છે. ભાજપના કાર્યકર્તા જાડેજાએ જ CSKને જીત અપાવી છે.' 

...તો હું એમને જણાવી દંઉ કે જાડેજા ભાજપના કાર્યકર્તા છેઃ અન્નામલાઈ 
આપને જણાવી દઈએ કે, તમિલનાડુ ભાજપનું આ ટ્વીટ તમિલ ભાષામાં કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈનું આ રિએક્શન કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને જોયા બાદ આવ્યું હતું, જેમાં CSKની જીતને ગુજરાત મોડલ પર દ્રવિડ મોડલની જીત જણાવીને ભાજપ પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. તો એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ રહ્યું કે, જે લોકો એમ કહી રહ્યા છે કે CSKની જીત એ ગુજરાત મોડલ સામે દ્રવિડ મોડલની જીત છે, એમને હું જવાબ આપી દઉં કે રવિન્દ્ર જાડેજા ભાજપ કાર્યકર્તા છે અને તેમના પત્ની ધારાસભ્ય છે. અને મને ગર્વ છે કે ગુજરાતની ટીમમાં તમિલ ખેલાડીઓ હતા, 96 રન મારનાર ખેલાડી પણ તમિલ છે.


 

વરસાદને કારણે 15 ઓવરની કરાઈ હતી મેચ
IPL 2023ની ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ ગુજરાત ટાઈટન્સે કરી હતી. જેમાં તેણે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જોકે, વરસાદના કારણે મેચ 15 ઓવરની કરવામાં આવી હતી. જેના કારણે CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે હાંસલ કરી લીધો હતો.

પત્ની માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા રવિન્દ્ર જાડેજા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જામનગરથી ક્રિકેટર રિવન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. ચૂંટણીના પ્રચાર વખતે રવિન્દ્ર જાડેજા તેમના પત્ની માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં રિવાબાએ બાજી મારી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ