બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Take these remedies especially on the day of Tulsi vivah Mother Lakshmi will be happy

આસ્થા / તુલસી વિવાહના દિવસે ખાસ કરી લો આ ઉપાયો, આખું વર્ષ ઘર તુલસીનો છોડ અને ઘર રહેશે હર્યું-ભર્યું, મા લક્ષ્મી રહેશે પ્રસન્ન

Megha

Last Updated: 11:56 AM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસી વિવાહના દિવસે આ ઉપાય કરવાથી આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહે છે.

  • કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે
  • તુલસીના નિયમોનું પાલન કરવાથી  મા લક્ષ્મી પ્રસન્ન થાય છે
  • તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો 

સનાતન ધર્મમાં તુલસીને લઈને ઘણા પ્રકારના નિયમોની વાત કરવામાં આવી છે એ વાત આપણએ બધા જાણીએ છીએ. આપણા ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. જણાવી દઈએ કે તુલસી પૂજાને લઈને શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે અને આ નિયમોનું પાલન કરવાથી જ મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શસ્ત્રો અનુસાર કારતક મહિનામાં તુલસી પૂજાનું મહત્વ વધુ વધી જાય છે અને જો આ મહિનામાં નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવામાં આવે તો આખું વર્ષ ઘરમાં મા લક્ષ્મી રહે છે તેની વિશેષ કૃપા મળી રહે છે. આ સાથે જ જો તુલસી વિવાહના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો તુલસી માના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસી વિવાહના દિવસે આ ઉપાય કરવાથી આખું વર્ષ મા લક્ષ્મીની કૃપા બની રહે છે. 

તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો 
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે તુલસી વિવાહ થાય છે અને આ વખતે 5 નવેમ્બરે તુલસી વિવાહ થશે. તુલસી વિવાહના દિવસે તુલસી પર શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને 'ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો 11, 21, 51 કે 101 વાર જાપ કરો. આમ કરવાથી મા તુલસી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. 

- લગ્ન માટે ઘરમાં તુલસી લાવવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં તુલસી વાવીને તેમને આખું વર્ષ હરિયાળું રહેવાની પ્રાર્થના કરો. પણ આ સાથે એ વાતનું ધ્યાન રાખો કે તુલસીની આસપાસ કોઈ કાંટાવાળા છોડ ન હોવા જોઈએ. આ સિવાય તુલસી પાસે સાવરણી કે ડસ્ટબીન ન રાખવું જોઈએ. 

- તુલસી વિવાહ પછી ઘરમાં તુલસી મંગલાષ્ટક મંત્રનો જાપ કરો. આ કરવાથી ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહેશે અને મા લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. 

- તુલસી વિવાહના દિવસે સવારે અને સાંજે તુલસીની વિધિવત પૂજા કરો અને સાંજે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને મા તુલસીની આરતી અને મંત્ર જાપ કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ