બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Take sweet bitter gourd from the vegetable market, the body will become strong, many great benefits

Health Tips / શાકમાર્કેટમાંથી લઇ આવો મીઠા કારેલા, શરીર બની જશે ફોલાદી, અનેક જબરદસ્ત ફાયદા

Megha

Last Updated: 05:38 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે.

  • નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે
  • લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી હોય છે


લીલાં શાકભાજીમાંથી પૂરતાં પ્રમાણમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વ મળી રહે છે. સ્વસ્થ આહાર તન અને મન માટે વધુ ફાયદાકારક છે. નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી તમારું આરોગ્ય વધુ સારું રહેશે અને તમે હંમેશાં યુવાન દેખાશો. લીલાં શાકભાજીમાં લોહ અને કેલ્શિયમ ભરપુર હોય છે. લીલાં શાકભાજીમાં મેગ્નેશિયમની માત્રા ખૂબ ઊંચી હોય છે અને ગ્લાયકેમિક ઇન્ડેક્સની માત્રા ઓછી છે, જે ડાયાબિટીસને ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. શાકભાજીમાં રહેલા આયર્ન અને કેલ્શિયમ આપણા વાળને ખરતા અટકાવે છે. લીલા શાકભાજીમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નનો સમાવેશ થાય છે.



કંકોડાં:
આ શાકમાં એટલી તાકાત છે કે તેનું થોડા જ દિવસ સેવન કરવાથી શરીર ફોલાદી થઈ જશે. આ શાકને મીઠા કારેલાના નામથી પણ ઓળખાય છે. કંકોડાંમાં રહેલ મોમોરડિસિન તત્વ એન્ટીઓક્સિડેન્ટ, એન્ટીડાયબિટીસ અને એન્ટીસ્ટ્રેસ તરીકે કામ કરે છે. તે વજન અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે. કંકોડાંમાં એન્ટી એલર્જન હોય છે જે શરદી ખાંસીથી રાહત આપે છે.

ભીંડા:
ભીંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે તેથી તે ડાયાબિટિસના રોગીઓ માટે ખૂબ લાભકારી છે. જો તમારા ઘૂંટણમાં દુ:ખાવો રહેતો હોય તો ભીંડા ખાઓ. ભીંડામાં કેલ્શિયમ હોય છે. જે હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાના દુ:ખાવામાં રાહત પહોંચાડે છે. તેમા રહેલ ચીકણો પદાર્થ પણ આપણાં હાડકાં માટે ખૂબ સારો હોય છે. ભીંડામાં વિટામિન સી જોવા મળે છે. જે અસ્થમાનાં લક્ષણને અટકાવે છે. તે અસ્થમાના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારી છે. જે લોકોની આંખો નબળી છે. તેમને ભીંડા ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

પાલક:
પાલક ખાવાથી હિમોગ્લોબિન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. પાલક ખાવાથી સ્કિન પણ ચમકદાર બને છે. વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ.



ગવાર:
ગવાર હ્રદય માટે ખૂબ ફાયદાકારક છે. ગવારમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિ ઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકે છે. ગવાર ખાવાથી હાડકાં મજબૂત બને છે. ગવારમાં ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે . ગવાર હાડકાં મજબૂત બનાવે છે. ગવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે. ગવારનાં શાકનું સેવન કરવાથી શરીરના બધા જ પોષક તત્ત્વની ખોટ પુરાઇ જાય છે.

કારેલાં:
કારેલાંમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન એ, બી અને સી મળી આવે છે. આ ઉપરાંત કેરોટિન, લુટિન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનિઝ જેવાં તત્ત્વ આવે છે. કારેલાંમાં રહેલાં ખનીજ અને વિટામિન શરીરમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે જેનાથી કેન્સર જેવી બીમારીનો સામનો કરી શકાય છે. કડવાં કારેલાંમાં અઢળક પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન મળી આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ