બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Sydney: before PM Modi arrives the stadium, Indians has organized cultural performances including garba

સિડની / VIDEO: ઑસ્ટ્રેલિયામાં ગુજરાતી ગરબાથી ઝૂમી ઉઠ્યું આખું સ્ટેડિયમ, લહેરાવાયો તિરંગો, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 01:20 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિડનીમાં PM મોદીનાં જનસંબોધન પહેલાં સ્ટેડિયમમાં થઈ રહ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમ. મંચ પર ગરબા સહિત કરવામાં આવ્યો પારંપરિક નૃત્ય. જુઓ વીડિયો.

  • સિડનીમાં PM મોદીને જોવા-સાંભળવા ભારતીયો ઉત્સુક
  • હાલમાં સ્ટેડિયમમાં થઈ રહ્યો છે સાંસ્કૃતિક કાર્યક્રમ
  • ગરબા સહિત થઈ રહ્યાં છે પારંપરિક નૃત્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ સિડનીનાં પ્રવાસે છે ત્યારે ટૂંક સમયમાં તેઓ કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યક્રમમાં જોડાવા જઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી કાર્યક્રમમાં જોડાય તે પહેલાં આ સ્ટેડિયમમાં અનેક રંગારંગનાં કાર્યક્રમો અને પર્ફોર્મન્સ સિડનીનાં રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેનાં તમામ વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.

સિડનીમાં PM મોદીનાં કાર્યક્રમ પહેલાં રમાયા ગરબાં
PM મોદી જનસંબોધન કરવા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં સ્ટેડિયમ મધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં નૃત્યકારો ગરબા અને અન્ય પારંપરિક નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિને સિડનીની ધરતી પર પણ પ્રચલિત કરી રહ્યાં છે.

કાર્યક્રમ પહેલા થયો પારંપરિક નૃત્ય

સિડની સ્થિત ભારતીયો PM મોદીને મળવા ઉત્સુક
ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશનનાં લોકો પ્રધાનમંત્રીનાં સ્વાગત માટે ઉત્સાહભેર રાહ જોઈ રહ્યાં છે. અમે મહિનાઓથી આ ક્ષણની રાહ જોઈ રહ્યાં હતાં અને તૈયારીઓ કરી રહ્યાં હતાં. અમે પ્રધાનમંત્રી મોદીને મળવા માટે ઉત્સુક છીએ.

સિડનીનાં સ્ટેડિયમમાં PM મોદીનું કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિડનીમાં કુડોસ બેંક એરિના સ્ટેડિયમમાં કાર્યકર્મ કરશે. જ્યાં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ દરમિયાન ઑસ્ટ્રેલિયન PM એંથની અલ્બાનીઝ પણ હાજર રહેશે. રિપોર્ટ અનુસાર 20 હજાર સીટવાળા આ સ્ટેડિયમની તમામ સીટો બુક થઈ ગઈ છે. આ કાર્યક્રમને ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ