બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / surya shani gochar june 2023 shani vakri these zodiac signs or rashi will lucky

ગોચર / એકસાથે રાશિ બદલશે શનિ-સૂર્ય: આ રાશિના જાતકોનું ચમકી જશે નસીબ

Manisha Jogi

Last Updated: 04:08 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ હોવાતી જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિ એકસાથે વક્રી થવા તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેની કેટલીક રાશિઓ પર સારી અસર થશે.

  • સૂર્ય અને શનિ એકસાથે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે
  • કેટલીક રાશિઓ પર સારી અસર થશે
  • જાણો કઈ રાશિ પર થશે ધનવર્ષા

સૂર્ય અને શનિ એકસાથે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જૂન મહિનામાં સૂર્ય અને શનિ એકસાથે ગોચર કરવા જઈ રહ્યા છે. સૂર્ય 15 જૂનના રોજ મિથુન રાશિમાં ગોચર કરશે અને શનિ 17 જૂનના રોજ કુંભ રાશિમાં જ વક્રી થવા જઈ રહ્યા છે. સૂર્ય અને શનિ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ હોવાતી જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને શનિ એકસાથે વક્રી થવા તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેની કેટલીક રાશિઓ પર સારી અસર થશે.

ગોચર સમય-
સૂર્ય- 15 જૂનના રોજ સાંજે 06:07 વાગ્યે ગોચર કરશે અને 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. 
શનિ- 17 જૂનના રોજ રાત્રે 10:48 વાગ્યે કુંભ રાશિમાં વક્રી થશે. 

મિથુન-
ઓફિસમાં પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સરકારી ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. ખર્ચા પર નિયંત્રણ રહેશે. નોકરી અથવા બિઝનેસમાં લાભ થશે તથા પ્રગતિ થશે. મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. ઘર અને વાહન ખરીદવાની યોજના તથા મનોકામના પૂર્ણ થશે. પારિવારિક જીવન સુખમયી રહેશે. સારા સમાચાર મળી શકે છે. 

સિંહ-
ભાગ્ય સાથ આપશે. પરિવારમાં શાંતિ રહેશે. સંપત્તિની મદદથી સારી કમાણી કરી શકશો. બિઝનેસમાં લાભ થશે. આરોગ્યમાં સુધારો થશે. ધાર્મિક કાર્યોમાં શામેલ થવું તે લાભકારી સાબિત થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. 

કન્યા-
સારો સમય આવશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે અને સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થશે. સાથિઓ તથા સહકર્મીઓને સહયોગ મળશે. ખર્ચામાં વૃદ્ધિ થશે, પરંતુ પરેશાન થવાની જરૂર નથી. ખર્ચો થવાથી કોઈપણ કાર્ય અટકશે નહીં.

મકર-
આર્થિક લાભ થવાની સંભાવના છે. કાર્ય અને કરિઅર ક્ષેત્રે લાભ થી શકે છે. માતા પિતા અને ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. તમામ ક્ષેત્રે રુચિ લેશો. આવકમાં વૃદ્ધિ થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ