બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat sleeping children woken killed by students Prachars office Vaal School already done

હેવાનિયત / સુરતમાં આચાર્યની ઓફિસમાં સુતેલા શિક્ષકને વિદ્યાર્થીઓએ જગાડતા માર્યો માર, વાલીઓ સ્કૂલે પહોંચે તે પહેલા થઇ ગયો રફુચક્કર

Kishor

Last Updated: 10:06 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના વરાછા ખાતે આવેલ હીરાબાગમાં 349 નંબરની શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને લાફા ઝીંકી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આચાર્યની ઓફિસમાં સુતેલા શિક્ષકની ઊંઘ બગડતા શિક્ષક અનિલ ચૌધરીએ વિદ્યાર્થીઓ પર રોષ ઉતાર્યો હતો.

 

  • સુરતના શિક્ષક વિફર્યા
  • ઊંઘ ખરાબ થતાં વિદ્યાર્થીને લાફા માર્યા
  • અનિલ ચૌધરીએ માર્યા લાફા

ગઈકાલે અરવલ્લીમાં ચાલુ કલાસે વિદ્યાર્થીએ ચોકલેટ ખાતા માથાફરેલ શિક્ષકે વિદ્યાર્થીને બેફામ માર માર્યો હતો. ત્યારબાદ આજે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુરતમાં ઊંઘ ખરાબ થતાં શિક્ષકે વિદ્યાર્થીઓને લમધારી નાખ્યો હોવાનું સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. બીજી તરફ વાલીઓમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો છે.


અનિલ ચૌધરીએ 5 વિદ્યાર્થીને માર માર્યો

સુરતની આ ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર વરાછાની 349 નંબરની શાળાનો શિક્ષક અનિલ ચૌધરી હેવાન બન્યો હતો. અનિલ ચૌધરી આચાર્યની ઓફિસમાં ઊંઘતા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનિલ ચૌધરીને ઉઠાડતા સાહેબ બગડ્યા હતા અને પિત્તો ગુમાવી બેઠેલા દયાહીન અનિલ ચૌધરીએ 5 વિદ્યાર્થીને માર માર્યો હતો. જેને પગલે દેકારો બોલી ગયો હતો. બીજી બાજુ વાલીઓ સ્કૂલે દોડી જતા શિક્ષક પરિસ્થિતિ પારખી રફુચક્કર થઇ ગયો હતો.જોકે આ મામલે ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક અનિલ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

ગઈકાલે અરવલ્લીમાં શિક્ષક બન્યો હતો શેતાન

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અરવલ્લીમાં શિક્ષક સેતાન બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીએ ચોકલેટ ખાતા માથાફરેલ શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આથી વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. ભિલોડાના વેજપુરમાં શિક્ષકે લાકડી વડે ધોરણ 11 ના વિદ્યાર્થીને લોબી અને રૂમમાં ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ આજે વધુ એક ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ