બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat Police Commissioner called Mitul Trivedi to the Commissioner's office

ખુલાસો / CMO, PMO બાદ ઈસરોનો બોગસ સાયન્ટીસ્ટ? સુરત CPએ મિતુલ ત્રિવેદીને મોકલ્યું તેડું, ચંદ્રયાન-3ની વાયરલ પોસ્ટ કારણ

Vishal Khamar

Last Updated: 03:44 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3 ની ભવ્ય સફળતા બાદ તેની ડિઝાઈન બનાવવાનો દાવે મિતુલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો હતો. જે બાદ સુરત પોલીસ કમિશ્નરે તેઓને પોલીસ મથકે બોલાવતા સમગ્ર મામલો હવે ચર્ચાસ્પદ બન્યો છે.

  • સોશિયલ મીડિયામાં મિતુલ ત્રિવેદી વિશે પોસ્ટ ફરતી થતા બોલાવ્યા
  • મિતુલ ત્રિવેદી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની પોસ્ટ બાદ પોલીસે બોલાવ્યા 
  • ઇસરોએ આવો વ્યક્તિ તેમની સાથે ન હોવાનો ખુલાસો કર્યો હતો

 ઈસરોનાં કથિત સાયન્ટીસ્ટ મિતુલ ત્રિવેદીનાં ચંદ્રયાન-3 ની ડિઝાઈન બનાવવાનો દાવો કર્યા બાદ સુરત પોલીસ કમિશ્નરે તેઓને પોલીસ મથકે બોલાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં મિતુલ ત્રિવેદી વિશે પોસ્ટ ફરતી થયા બાદ કમિશ્નર દ્વારા તેઓને પોલીસ મથકે બોલાવ્યા છે.  મિતુલ ત્રિવેદી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાની પોસ્ટ બાદ પોલીસે તેઓને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા. 

મિતુલ ત્રિવેદી મીડિયાનાં કોઈ પ્રશ્નનાં જવાબ આપ્યા વગર ભાગ્યા

આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથીઃ ઈસરોનો ખુલાસો
મિતુલ ત્રિવેદી પોલીસ સમક્ષ જરૂરી દસ્તાવેજ  આપવા માટે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. મિતુલ ત્રિવેદીને ઈસરો સાતે કોઈ લેવા-દેવા નથી તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. તેમજ મિતુલ ત્રિવેદી ખોટી રીતે ચંદ્રયાન-3 ની ક્રિડિટ લેતા હોવાની પોસ્ટ વાયરલ થઈ હતી. ચંદ્રયાન-3 માં પોતાનો રોલ હોવાનું મિતુલ ત્રિવેદીએ જાહેર કર્યું હતું. તેમજ પોતે ઈસરો-બેંગાલુરૂ સાથે જોડાયેલો હોવાનું પણ જાહેર કર્યું હતું. અને તેઓ ઈસરો સાથે કન્સલ્ટીંગમાં કામગીરી કરી રહ્યા હોવાનું ત્રિવેદીએ કહ્યું હતું. તો બીજી તરફ ઈસરો દ્વારા એવો ખુલાસો છે કે આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.

પુરાવા રજૂ કર્યા વગર જ ભાગ્યા મિતુલ ત્રિવેદી
ચંદ્રયાન-3 ની ડિઝાઈન મામલે મિતુલ ત્રિવેદી દ્વારા નિવેદન આપ્યા બાદ તેઓને પોલીસ કમિશ્નર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે તેઓ ડોક્યુમેન્ટ લઈ પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. પરંતું તેઓએ મીડિયા સમક્ષ કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કર્યા ન હતા અને મીડિયા દ્વારા તેઓને પૂછવામાં આવેલ એક પણ સવાલનો જવાબ આપી શક્યા ન હતા મિતુલ ત્રિવેદી. તેઓ પોતે ઈસરોનાં વૈજ્ઞાનિક હોવાનાં ડોક્યુમેન્ટ સબમિટ કરવા કમિશ્નર કચેરી આવ્યા હોવાનું રટણ કરી રહ્યા હતા. પરંતુ પુરાવા રજૂ કર્યા વગર જ તેઓ ભાગી ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ