બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat Kamrej Kholwad village 3-year-old girl died in

ભૂલ.. / સુરતનો ચેતવતો કિસ્સો: પિતાએ ક્લિનિકમાંથી દવા લઈ માંદગીમાં સપડાયેલી બાળકીને પીવડાવી, થયું મોત, જુઓ એવું તો શું બન્યું

Dinesh

Last Updated: 11:42 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news : કામરેજના ખોલવડ ગામે 3 વર્ષની બાળકીનું સામાન્ય તાવ આવ્યા બાદ રહસ્યમય રીતે મોત થતાં ચકચાર મચી જવા પામી છે

  • કામરેજના ખોલવડમાં 3 વર્ષની બાળકીનું મોત 
  • બાળકીને સામાન્ય તાવ આવતા મોત નિપજ્યું 
  • પોલીસેને જાણ થતા તપાસ હાથ ધરી 


સુરતમાં કામરેજના ખોલવડ ગામે 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. વિગતો મુજબ મૃતક બાળકીને સામાન્ય તાવ આવતો હતા પરંતુ સામાન્ય તાવથી મોત થઈ જાય તે ચોંકાવનારી ઘટના બની છે. બાળકીના પિતાએ ઘર પાસે આવેલ ક્લિનિકમાંથી દવા લીધી હતી જે પીધા પછી બાળકીને રાહત થઈ હતી પરંતુ બાદમાં અચાનક જ પેટમાં દુખાવા થયો હતા. 

મૃતક બાળકીની ફાઈલ તસવીર

બાળકીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો
બાળકીએ દવા પીધા બાદ થોડી રાહત થઈ હતી ત્યારબાદ બાળકીને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું અચાનક જ મોત નિપજ્યું છે. ઘટનાની જાણ પોલીસને કરાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

મૃતક બાળકીની ફાઈલ તસવીર

ખોલવડમાં માતમ
સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ 3 વર્ષની બાળકીનું મોતથી ખોલવડમાં માતમ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દવા પીધા બાદ બાળકીને પેટમાં દુખાવો થયો હતો જેને લઈ પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ