બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / surat crime branch nabbed accused sajju kothari video

VIDEO / OMG : ફિલ્મોની જેમ ઘરમાં છુપાવવા માટે બનાવ્યો હતો સિક્રેટ રૂમ, સુરતનો વોન્ટેડ સજ્જુ કોઠારી ઝડપાયો

Kavan

Last Updated: 05:51 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેર ક્રાઇમ બ્રાન્ચને કુખ્યાત સજજુ કોઠારીને ઝડપી લેવામાં સફળતા મળી છે. સજ્જુ કોઠારી પર સુરત શહેરમાં હત્યા, હત્યાની કોશિશ તથા બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા, સરકારી જમીનો પર કબજો કરવા અને પોલીસ પર હુમલો તથા ગુજસીટોકના ગુના નોંધાયેલા છે.

  • સુરતનો વોન્ટેડ માથાભારે શખ્સ સજ્જુ કોઠારી પકડાયો
  • નાનપુરા સ્થિત આવેલા મકાનમાં જ છુપાયો હતો
  • સજ્જુ એ પોતાના મકાનમાં બનાવ્યો હતો સિક્રેટ રૂમ
  • ગુજસીટોક અને અન્ય ગુનાઓમાં આરોપી સજ્જુ વોન્ટેડ છે

સુરતનો વોન્ટેડ માથાભારે શખ્સ સજ્જુ કોઠારી પોલીસના હાથે ઝડપાયો છે. જેથી તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા 20 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સજ્જુ કોઠારીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લઈ જવાયો હતો. આપને જણાવી દઈયે કે, સજ્જુ કોઠારી  ગુજસીટોક સહિતના અનેક ગુનાનો આરોપી છે. ગતરોજ સજ્જુ કોઠારીની સાથે અન્ય આરોપી પણ ઝડપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી તેના નાનપુરા જમરૂખ ગલીના બંગલામાં બનાવેલ ગુપ્ત રૂમમાંથી પોલીસના હાથે ઝડપાયો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નાનપુરા જમરૂખગલી ખાતે રહેતા કુખ્યાત સાજીદ ઉર્ફે સજજુ કોઠારી સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ ખંડણી ઉઘરાવવા અને જુગારની કલબ ચલાવવા ઉપરાંત થોકબંધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. 

પોલીસ કમિશનરે યોજી પત્રકાર પરિષદ

સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને વિગતવાર જાણકારી આપતા કહ્યું હતું કે, સજ્જુના રિમાન્ડ માગવામાં આવતા કોર્ટે 6 એપ્રિલ સુધીના એટલે કે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેમાં આગામી દિવસોમાં હવે પોલીસ સજ્જુની વિગતવાર પૂછપરછ કરશે.

ગુજસીટોકનો આરોપી છે સજ્જુ કોઠારી 

આપને જણાવી દઇએ કે, ભૂતકાળમાં રાંદેર પોલીસ દ્વારા લાજપોર જેલમાંથી બહાર નીકળતી વખતે તેની અટકાયત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે, આ દરમિયાન તે સ્થાનિક ફરજ પર હાજર PSI સહિતના સ્ટાફ પર હુમલો કરીને ફરાર થવામાં સફળ થયો હતો. તો સજ્જુ સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થયેલો છે. 

સૂત્રો પાસેથી જાણકારી મળતા જ સજ્જુને દબોચી લેવાયો 

સુરત પોલીસ માટે માથાનો દુખાવો બનેલો સજ્જુ કોઠારી છેલ્લા કેટલાક સમયગાળાથી ફરાર હતો. જેની દબોચી લેવા માટે સુરત પોલીસ પણ રાત-દિવસ એક કરીને મથામણ કરી રહી હતી, ત્યારે આજે સજજુ ઘરમાં છૂપાયેલો હોવાની બાતમી મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી અને સજ્જુને દબોચી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ