બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court's big comment on Article 370 issue

ટિપ્પણી / જમ્મુ કાશ્મીરનું ભારતમાં થયું બિનશરતી વિલીનીકરણ', આર્ટિકલ 370 મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 10:07 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Supreme Court News: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું

  • સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ
  • જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું: સુપ્રીમ કોર્ટ
  • એ કહેવું મુશ્કેલ છે કે, અનુચ્છેદ 370 ક્યારેય રદ કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ 

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરને કોઈપણ શરત વિના ભારતમાં વિલીન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મર્જર સંપૂર્ણ હતું. પરંતુ એ કહેવું મુશ્કેલ છે કે, અનુચ્છેદ 370 ક્યારેય રદ કરી શકાય નહીં. 

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર બાર એસોસિએશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઝફર અહેમદ શાહે કલમ 370 લાગુ થયા પહેલા બનેલી ઘટનાઓ વિશે જણાવ્યું. કોર્ટે કહ્યું કે, અનુમાન લગાવી શકાય નહીં કે અનુચ્છેદ 370 પછી ભારતીય બંધારણ જમ્મુ અને કાશ્મીરમાં સાર્વભૌમત્વના કેટલાક તત્વને જાળવી રાખે છે. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવી હતી.

File Photo

કલમ 370ને લઈ શું છે મૂંઝવણ ? 
અનુચ્છેદ 370(1)(d) સૂચિ હેઠળ કાયદા બનાવવાની સત્તા વિશે વાત કરતું નથી. તે સંમતિ આપવાની રાજ્યની શક્તિ વિશે છે. બંધારણીય રીતે કહીએ તો રાષ્ટ્રપતિ અથવા સંસદને રાજ્યની સંમતિ વિના કોઈ સત્તા નથી. આના પર ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યું કે, 370(3) એક એવી સ્થિતિની કલ્પના કરે છે જ્યાં 370 ને ડિ-ઓપરેશનલાઇઝ કરી શકાય. પરંતુ તે ક્યારેય રદ કરી શકાતું નથી તે કહેવું અત્યંત મુશ્કેલ છે.ધારો કે રાજ્ય કહે છે કે, અમે તમામ જોગવાઈઓ અમલમાં મૂકવા માંગીએ છીએ તો પછી આપણે ક્યાં જઈએ? તેથી આ પ્રશ્ન ખરેખર કાનૂની પ્રક્રિયા અને અસર વિશે છે.

File Photo

શું કહ્યું સુપ્રીમ કોર્ટે ? 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનું ભારત સાથે કોઈ શરતી એકીકરણ નથી. આ એકીકરણ દરેક રીતે પૂર્ણ હતું. એ કહેવું મુશ્કેલ છે કે, કલમ 370 ક્યારેય રદ કરી શકાય નહીં. સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડે કહ્યું કે, ભારત સાથે જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વની કોઈ શરતી શરણાગતિ નથી. શું કલમ 248ના ઉપયોગ દ્વારા ભારતની સાર્વભૌમત્વની સ્પષ્ટ સ્વીકૃતિ નથી? પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે, સંસદની સત્તા પર લાદવામાં આવેલી મર્યાદાઓ સાર્વભૌમત્વને અસર કરતી નથી.

જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ ભારતને સોંપવામાં આવી
CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી બંધારણીય બેંચે કહ્યું કે, અનુમાન લગાવી શકાય નહીં કે કલમ 370 પછી ભારતના બંધારણે જમ્મુ અને કાશ્મીરમાં સાર્વભૌમત્વના કેટલાક તત્વ જાળવી રાખ્યા છે. જમ્મુ અને કાશ્મીરનું સાર્વભૌમત્વ પણ સંપૂર્ણપણે ભારતને સોંપવામાં આવ્યું હતું. 

કલમ 370નું શું થશે?
જસ્ટિસ એસકે કૌલે એમ પણ પૂછ્યું કે, જો જમ્મુ-કાશ્મીર પોતે જ ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ લાગુ કરવા ઈચ્છે તો કલમ 370નું શું થશે? શું કલમ 370 કાયમી બની ગઈ છે કારણ કે તેને નાબૂદ કરવાની મશીનરી હવે અસ્તિત્વમાં નથી? કેસની આગામી સુનાવણી 16 ઓગસ્ટે થશે.

2019માં વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો હતો
મહત્વનું છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ કલમ 370ની જોગવાઈઓમાં ફેરફાર કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો. આ પછી જમ્મુ-કાશ્મીર હવે દેશના બાકીના રાજ્યો જેવું થઈ ગયું છે. અગાઉ અહીં કેન્દ્ર સરકારનો કોઈ કાયદો લાગુ ન હતો પરંતુ હવે અહીં પણ કેન્દ્રનો કાયદો લાગુ થઈ રહ્યો છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ઘણા સમુદાયોને ઘણા અધિકારો નહોતા પરંતુ હવે તેમને તમામ અધિકારો મળે છે. જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે. સરકારનું કહેવું છે કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ