બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme court says to stop hate speech politics and religion should stay apart

દેશ / હેટ સ્પીચ પર સુપ્રીમે આપ્યું વાજપેયી-નેહરુનું ઉદાહરણ કહ્યું- 'યાદ કરો તેમને સાંભળવા લોકો દૂરથી આવતા'

Vaidehi

Last Updated: 06:32 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SCએ કહ્યું કે જે દિવસે રાજનીતિ અને ધર્મ જુદા થશે તે દિવસથી હેટ સ્પીચ બંધ થઈ જશે.

  • SCએ હેટ સ્પિચ મામલે કરી મોટી વાત
  • વાજપેયી અને નેહરુનું આપ્યું ઉદાહરણ
  • રાજનીતિ અને ધર્મને જુદા રાખવાની આપી સલાહ

સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને નેતાઓને ચેતવણી આપી છે. કોર્ટે બુધવારે હેટસ્પીચ આપનારાઓને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરું અને અટલ બિહારી વાજપેયીનું ઉદાહરણ આપ્યું. કોર્ટે કહ્યું કે વાજપેયી અને નેહરુને યાદ કરો, જેમને સાંભળવા માટે લોકો દૂર-દૂરથી ભેગા થતાં હતાં.

હેટ સ્પિચને લઈને SCની બેંચે કરી મોટી વાત
જસ્ટિસ કે.એમ.જોસેફ અને બી.વી.નાગારત્નાની બેંચે કહ્યું કે,'અન્યોને બદનામ કરવા માટે દરરોજ ટીવી અને સાર્વજનિક મંચો પર ભાષણ આપવામાં આવી રહ્યાં છે. તેવા લોકો પોતાને કંટ્રોલ નથી કરી શકતાં. જે દિવસે રાજનીતિ અને ધર્મ અલગ થઈ જશે. નેતા રાજનીતિમાં ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે તે દિવસે ઘૃણા ફેલાવનારાં ભાષણો બંધ થઈ જશે.'

મહારાષ્ટ્ર સરકારે SCનાં આદેશનું કર્યું ઉલ્લંઘન
શાહીન અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ રાજ્યોને અનેકવાર હેટ સ્પીચ પર રોક લગાડવા આદેશ આપી ચૂક્યું છે. તેમ છતાં હિંદૂ સંગઠનોની હેટ સ્પીચ પર રોક લગાડવામાં મહારાષ્ટ્ર સરકાર વિફળ ગઈ છે. અરજદારે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારની સામે તિરસ્કારની કાર્યવાહી થવી જોઈએ.

પોલીસે ન કરી કાર્યવાહી    
મીડિયા રિપોર્ટસ્ અનુસાર છેલ્લી સુનાવણીમાં અરજદારનાં વકીલ નિઝામુદીન પાશાએ કોર્ટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસને એક હિંદૂ સંગઠનની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંગઠન છેલ્લાં 4 મહિનાઓમાં 50થી વધારે રેલીઓ આયોજિત કરી ચૂકી છે.

હેટસ્પીચ આદેશનાં ઉલ્લંઘન પર SC
છેલ્લી સુનાવણીમાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે હેટ સ્પીચને લઈને કોર્ટનાં દરેક આદેશનાં દરેક ઉલ્લંઘન પર સુપ્રીમ કોર્ટ ધ્યાન ન આપી શકે. જો દરેક નાની-નાની તિરસ્કારની અરજીઓ પર સુનાવણી થવા લાગી તો સુપ્રીમ કોર્ટ દેશભરની હજારો અરજીઓથી ભરાઈ જશે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કે.એમ.જોસેફએ આ વાત પર ભાર આપ્યો કે તિરસ્કારની અરજી પર સુનાવણી થવી જોઈએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ