બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / supreme court says hate speech issue must be resolved, ordered center to make a committee for the same

દેશ / કમિટી બનાવો, દેખરેખ રાખો, આવું નહીં ચાલે..' હેટ સ્પીચ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Vaidehi

Last Updated: 07:38 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં Hate Speechનાં મામલાઓ પર નજર રાખવા માટે કમિટીનું ગઠન કરવાનાં આદેશ આપ્યાં છે.

  • હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કરી લાલ આંખ
  • કહ્યું સમસ્યાનાં ઉકેલ માટે કમિટીનું ગઠન કરો
  • 18 ઑગસ્ટ સુધી કોર્ટમાં જવાબ આપવાનાં આદેશ

હેટ સ્પીચને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને હેટ સ્પિચનાં મામલાઓ પર નજર રાખવા માટે એક કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે. પત્રકાર શાહીન અબદુલ્હાએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે કોર્ટ કેન્દ્રને હેટ સ્પીચનાં મામલામાં કડકાઈ રાખવાનાં આદેશ આપે.આ અરજી અનુસાર હેટસ્પીચમાં ચોક્કસ સમુદાયનાં લોકોની હત્યાથી લઈને તેમના આર્થિક અને સામાજિક બહિષ્કારની વાતો છે. હાલમાં જ હરિયાણામાં ભડકેલી સાંપ્રદાયિક હિંસામાં 6 લોકોનું મૃત્યુ થયું છે.

18 ઑગસ્ટ સુધી કેન્દ્ર કોર્ટને આપશે માહિતી
જસ્ટિસ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ એસવીએન ભટ્ટીની બેંચે કહ્યું કે સમુદાયોની વચ્ચે સદ્ભાવ અને સૌહાર્દ હોવો જોઈએ. તેમણે કહ્યું કે તમામ સમુદાયો જવાબદાર છે. અભદ્ર ભાષઓનો પ્રયોગ સ્વીકાર્ય નથી. બીજી તરફ કોર્ટમાં કેન્દ્રની તરફથી હાજર થયેલા જનરલ કે.એમ નટરાજે કહ્યું કે તેઓ 18 ઑગસ્ટ સુધી સમિતિ વિશે માહિતી મેળવશે અને કોર્ટને જવાબ આપશે. બેંચે અરજદારને એવું પણ કહ્યું કે તેઓ વીડિયો સહિત તમામ સામગ્રીઓ એકઠી કરે અને નોડલ અધિકારીઓને સોંપે.

દેખરેખ માટે બનશે કમિટી
અરજીમાં અબદુલ્લાએ કહ્યું કે અમને આશા અને વિશ્વાસ છે કે રાજ્ય સરકાર અને પોલીસ એ સુનિશ્ચિત કરશે કે કોઈપણ સમુદાયનાં વિરોધમાં નફરત ફેલાવતી ભાષાનો ઉપયોગ ન થાય. સાથએ જ કોઈપણ પ્રકારની શારીરિક હિંસા કે સંપ્તિને નુક્સાન ન પહોંચે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ પોલીસ પ્રમુખને એક સમિતિ બનાવવાનાં આદેશ આપશે જે વિવિધ ક્ષેત્રોમાં પોલીસ સ્ટેશનને મળેલી નફરત ફેલાવતી ભાષા અંગેની ફરિયાદો પર ધ્યાન આપશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ