Team VTV04:31 PM, 22 Feb 23
| Updated: 04:41 PM, 22 Feb 23
ઉદ્ધવ ઠાકરેનાં વકીલ સિબ્બલે કહ્યું કે 'ચૂંટણી આયોગનાં નિર્ણયનો આધાર નબળો છે. આ મામલાનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સ્ટે લાગવો જોઈએ. આયોગનાં આ નિર્ણયથી ગંભીર ચિંતા પેદા થાય છે.'
ઉદ્ધવ ઠાકરેને ફરી SCએ આપ્યો ઝટકો
શિવસેના નામ અને ચિહ્ન અંગેની અરજી ફગાવી
વકીલ સિબ્બલે આયોગનાં નિર્ણય પર કર્યાં સવાલો
શિવસેના નામ અને ચિહ્નને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ ઉદ્ધવ ઠાકરેને આ મુદે કોઈ પણ રાહત મળી શકી નથી. તેમના તરફથી એકનાથ શિંદે જૂથને શિવસેનાનાં નામ અને ચિહ્નનો ઉપયોગ કરવાની પરવાનગી પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી જે અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. હાલમાં કોર્ટે બંને પક્ષોને નોટિસ મોકલીને જવાબ આપવાની માગ કરી છે. આ મામલા પર સુનાવણી હવે 2 અઠવાડિયા બાદ થશે.
ઉદ્ધવ ઠાકરેનાં વકીલે આયોગનાં નિર્ણય પર ઉઠાવ્યાં પ્રશ્નો
ઉદ્ધવ ઠાકરેનાં વકીલ કપીલ સિબ્બલે કહ્યું કે ચૂંટણી આયોગનાં નિર્ણયનો આધાર નબળો છે. આ મામલાનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી સ્ટે લાગવો જોઈએ. આયોગનાં નિર્ણયથી ગંભીર ચિંતા પેદા થાય છે.' સિબ્બલે કહ્યું કે આયોગનાં વિધાયકો અને સાંસદોના બહુમતનાં આધાર પર નામ અને નિશાનનો આધાર શિંદેના જૂથને આપી દેવામાં આવ્યો છે પરંતુ તેનો આધાર યોગ્ય નથી. તેના માટે સંગઠન કોના સાથે છે તે પણ જાણવું જરૂરી છે.
શિંદે જૂથનાં વકીલે અરજીને અયોગ્ય કહી
તો શિંદે જૂથનાં વકીલ એન.કે. કૌલે કહ્યું કે આ અરજી સુનાવણીને યોગ્ય જ નથી. તેમણે કહ્યું કે આ મામલામાં ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટમાં શા માટે આવ્યું છે.. આ મુદા માટે પહેલા હાઈકોર્ટમાં જવું જોઈતું હતું.
આ આધારે નિર્ણય લેવાયો!
ચૂંટણી પંચે આ નિર્ણય લેતા પહેલા કેટલાક આધાર પુરાવા તપસ્યા હતા. જેમાં વિધાનસભામાં કુલ 67 માંથી 40 ધારાસભ્યોનું શિંદે જૂથને સમર્થન છે. તો 13 સાંસદો શિંદે જૂથના ટેકામાં અને 7 સંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે ત્યારે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ આધારને ધ્યાને લઈને શિંદે જૂથની તરફેણમાં આદેશ આપ્યો છે.