બ્રેકિંગ ન્યુઝ
VTV / supari or betel nut benefits for health issue
Last Updated: 12:31 AM, 17 March 2023
ADVERTISEMENT
સોપારીનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ગુટખા, તમાકુ પાન યાદ આવે છે કારણ કે સોપારી એક ફળ છે. આ ફળમાં ફ્લેવોનોઈડ્સ, આલ્કલોઈડ્સ, ગ્લુકોસાઈડ્સ, આઈસોપ્રેનોઈડ્સ, એમિનો એસિડ્સ અને યુજેનોલ જેવા વિશેષ તત્વો રહેલા છે. આ શરીર માટે કેટલાક જરુરી એન્ટીઑકિસડન્ટ રુપે કામ કરે છે અને ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. પરંતુ ઉનાળામાં, સોપારી ખાવાના ખાસ ફાયદા છે કારણ કે આ સિઝનમાં થતી અનેક બીમારીઓથી સોપારી બચાવી શકે છે. તો, આવો જાણીએ કે સોપારીના સેવનથી ક્યા લાભ થઇ શકે છે?
પેશાબમાં થતા બળતરામાં આપે છે રાહત
સોપારીની તાસિર ઠંડી માનવામાં આવે છે. બીજું કે તે ડાયયૂરેટિક રીતે કામ કરે છે. આવી સ્થિતિમાં, પહેલા તે બળતરાને શાંત કરે છે અને પેશાબની માત્રામાં વધારો કરે છે. આનાથી પેશાબમાં બળતરા થવાની સમસ્યા ઓછી થાય છે અને તમે UTIની સમસ્યામાં પણ રાહત અનુભશો.
ADVERTISEMENT
મોંઢામાં ચાંદા કરે છે દૂર
મોંમાં ચાંદા પર પર જો સોપારીનું સેવન કરવાના એનક ફાયદા છે. હકીકતમાં સોપારીનું પાણી પીવાથી પેટમાં વધેલુ એસિડિક પીએચ ઓછુ થાય છે. તે સાથે જ આ પાણી વધેલા પિત્તની સમસ્યાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી મોંમાં પડેલા ચાંદા ઓછા થાય છે.
સંધિવામાં રાહત
સંધિવાની બીમારીમાં પણ સોપારીનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. આ દર્દ નિવારકની જેમ કામ કરે છે. સંધિવાના દુખાવો ઓછો કરવામાં કારગર છે. તે સાથે શરીરમાં ટોક્સિન ઓછુ કરે છે અને હાડકાઓ સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
પાઇલ્સમાં ફાયદાકારક
સોપારીનું પાણી પીવાથી પાઇલ્સમાં ફાયદો થઇ શકે છે. આ બોવેલ મૂવમેન્ટ અને મેટાબોલિઝ્મને ઝડપી બનાવામાં મદદ કરે છે. તે સાથે કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. આ રીતે પાઇલ્સની સમસ્યામાં મળ ત્યાગ અને મળ માર્ગમાં આવેલા સોજાને ઓછો કરવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.