બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Suomoto in the Gujarat High Court on the issue of drug trafficking

સોગંદનામું / ડ્રગ્સની હેરાફેરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો, 18 કેસમાં 20 બાળકોનો ડ્રગ્સની તસ્કરીમાં ઉપયોગ, છૂટયા કડક નિર્દેશ

Vishal Khamar

Last Updated: 07:34 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનાં ઉપયોગને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાયેલી કામગીરીનો રિપોર્ટ પણ કોર્ટને સોંપવામાં આવ્યો હતો.

  • ડ્રગ્સની હેરાફેરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી
  • ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગનો પોલીસનો સ્વીકાર
  • અમદાવાદ ક્રાઈમબ્રાંચે કરેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો

ડ્રગ્સની હેરાફેરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરવામાં આવી છે.  ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાનો પોલીસે કોર્ટમાં સ્વીકાર કર્યો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાયેલી કામગીરીનો રિપોર્ટ કોર્ટને સોંપાયો હતો. ડ્રગ્સની હેરાફેરી મુદ્દે વાયરલ વીડિયોમાં દેખાતા લોકોની સામ કરાયેલી કામગીરી અંગે કોર્ટની જાણ કરાઈ હતી. પોલીસે કહ્યું હતું કે,  ડ્રગ્સના દૂષણને રોકવા અવરનેસ કાર્યક્રમો કર્યા છે. 
વધુ સુનાવણી આગામી 16 જૂનનાં રોજ હાથ ધરાશે
રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા બે સોગંદનામાં રજૂ કરાયા હતા. ડ્રગ્સની હેરાફેરી કરનાર બે આરોપીઓ સામે કરેલી કાર્યવાહિ બદલ  SOG એ સોગંદનામું દાખલ કર્યું હતું. NDPS મામલે વર્ષ 2018 થી માર્ચ 2023 સુધી 1873 ગુના નોંધાયા હોવાની રજૂઆત કરી હતી. ત્યારે તમામ કેસોમાંથી 18 કેસોમાં 20 બાળકોનો ડ્રગ તસ્કરીમાં ઉપયોગ થયો હોવાની જાણ પણ હાઈકોર્ટને કરાઈ છે. ડ્રગ્સ તસ્કરી મામલે જે બાળકોનો ઉપયોગ થતો હતો. તેમના  પુનવર્સન માટેની પણ કામગીરી કરાઈ હતી. સમગ્ર મામલે કડક કામગીરી કરવા ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યા છે.  ત્યારે હવે વધુ સુનાવણી હાથ ધરાશે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ