બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / sunny deol to salman khan 7 stars who get upset with their father second marriage

બોલિવૂડ / સલમાન, સારા, સની... પિતાના બીજા લગ્ન બાદ આ 7 સ્ટાર્સ થયા ગુસ્સે, કોઈએ કહ્યું દુષ્ટ ઔરત, કોઈએ વર્ષો સુધી વાત ન કરી

Arohi

Last Updated: 10:37 AM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood Celebrities Father's Second Marriage: બોલિવુડમાં બીજા લગ્ન કોઈ મોટી વાત નથી. ઘણા મોટા સ્ટાર્સે બે-બે લગ્ન કર્યા છે. ઘણા એવા સ્ટાર્સ છે જેમણે બાળકો હોવા છતાં બીજા લગ્ન કર્યા છે.

  • બોલિવુડના આ સ્ટાર્સે કર્યા છે બે લગ્ન 
  • બાળકો હોવા છતાં કર્યા બીજા લગ્ન 
  • આ સ્ટાર કિડ્સ થયા હતા ગુસ્સે 

બોલિવુડમાં બે લગ્ન કરવાની લિસ્ટમાં ધર્મેન્દ્ર, જાવેદ અખ્તર, સલીમ ખાન, પંકજ કપૂર, સૈફ અલી ખાન અને બોની કપૂર જેવા દિગ્ગજ કલાકાર શામેલ છે. જોકે તેમના બીજા લગ્નની અસર તેમના બાળકો પર પડી છે. અમુક સ્ટાર કિડ્સને ખૂબ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. પિતાના બીજા લગ્નનું દુઃખ ઘણી વખત આ સ્ટાર્સે વ્યક્ત કર્યું છે.

ધર્મેન્દ્ર 
બોલિવુડના હી-મેનના નામથી ફેમસ ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા છે. ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે વર્ષ 1954માં 19ની ઉંમરમાં અરેંજ મેરેજ કર્યા હતા. કપલના ચાર બાળક સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા અને અજીતા દેઓલ થયા. પહેલા લગ્નના 26 વર્ષ બાદ ધર્મેન્દ્રનું દિલ બોલિવુડની 'ડ્રીમ ગર્લ' હેમામાલિની પર આવ્યું. 

પહેલી પત્નીને જણાવ્યા વગર જ ધર્મેન્દ્રએ બીજા લગ્ન કરી લીધા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સની દેઓલ ત્યારે હેમામાલિનીથી એટલા ગુસ્સે હતા કે તેમના પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. ધર્મેન્દ્રના બીજા લગ્ન વિશે પત્ની પ્રકાશ કૌરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ભલે તે સારા પતિ ન હોય, પરંતુ એક સારા પિતા જરૂર છે." 

ત્યાં જ સની અને હેમાના ઝગડા પર કૌરે કહ્યું હતું કે મે પોતાના બાળકોને સારા સંસ્કાર આપ્યા છે અને હું દાવાની સાથે કહી શકૂ છું કે તે કોઈને નુકસાન ન પહોંચાડી શકે. 

બોની કપૂર 
બોલિવુડના ફેમસ પ્રોડ્યુસર બોની કપૂરે પણ બે લગ્ન કર્યા છે. તેમની પત્નીનું નામ મોના કપૂર છે. બોની-મોનાના બે બાળકો અર્જૂન અને અંશુલા કપૂર છે. મોના કપૂરે 1983માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા અને 1996માં તેમના ડિવોર્સ થયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Boney.kapoor (@boney.kapoor)

આ વચ્ચે બોની અને શ્રીદેવીનો પ્રેમ પરવાન ચડ્યો. 1996માં બોનીએ મોનાને ડિવોર્સ આપીને શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા. દિલ તૂટ્યા બાદ મોના પોતાના બાળકો સાથે એકલી રહી. 2012માં મોનાનું કેન્સરના કારણે નિધન થઈ ગયું. તેના બે વર્ષ બાદ પહેલી વખત અર્જુન કપૂરે પોતાના પિતાના બીજા લગ્ન પર વાત કરી હતી. 

તેમણે કહ્યું કે માતાએ ક્યારેય પિતાને લઈને ભડકાવ્યા નથી. અર્જુને કહ્યું કે તે આજે જે પણ કંઈ છે તે પોતાની માતાના કારણે છે. જોકે પોતાના પિતાના લગ્નના કારણે પરેશાન જરૂર હતા અને તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા. જણાવી દઈએ કે 2018માં શ્રીદેવીના નિધન બાદ અર્જુને સોતેલી બહેનો ખુશી અને જાહ્નવી કપૂરની નજીક આવ્યા. 

પંકજ કપૂર 
શાહિદ કપૂરનું બાળપણ વધારે ખુશીઓથી ભરેલું ન હતું. તેના ત્રણ પિતા અને બે માતા છે. પંકજ કપૂર અને નીલિમા અઝીમે વર્ષ 1975માં લગ્ન કર્યા હતા. શાહિદ તેમના દિકરા છે. શાહિદના જન્મના ત્રણ વર્ષ બાદ વર્ષ 1984માં નીલિમા અને પંકજના ડિવોર્સ થઈ ગયા. પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા. ત્યાં જ નીલિમા અઝીમ 1990માં રાજેશ ખટ્ટર સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. 

જોકે આ જોડીનો પણ વર્ષ 2001માં ડિવોર્સ થઈ ગયો. રાજેશ ખટ્ટર સાથે લગ્ન બાદ નીલિમાએ ઉસ્તાદ રજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. પરંતુ તે લગ્ન પણ ન ચાલ્યા અને બન્ને અલગ થયા. શાહિદના બાળપણમાં જ્યારે પંકજ કપૂર મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે શાહિદ દિલ્હીમાં પોતાના નાના-નાની સાથે રહેતા હતા. 

પંકજ ક્યારેક જ તેમને મળવા દિલ્હી જતા હતા. શાહિદ માટે પિતાના બીજા લગ્નને શ્વિકારવામાં ઘણો સમય લાગ્યો. તેમણે એક વખત કહ્યું હતું કે પરિસ્થિતિઓ જ તેમને મજબૂત બનાવે છે. જ્યારે તમે એકલા થઈ જાઓ છો. 

સલીમ ખાન 
બોલિવુડના દબંગ સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યા છે. સલીમ ખાને સુશીલા ચરક સાથે લવ મેરેજ કર્યા હતા. પરણીત અને ચાર બાળકોના પિતા હોવા છતાં તેમણે હેલન સાથે સંબંધ રાખ્યો. હેલનને જ્યારે સલીમ પોતાના ઘરે લઈને આવ્યા તો સલમાન, અરબાઝ અને સોહેલ તેમનાથી નફરત કરતા હતા. 

ઘર પર કોઈ વાત પણ ન હતું કરતું. સુશીલ ચકલ એટલે કે સલમા ખાન હેલનના ઘરે આવવા પર ડિપ્રેશનમાં જતી રહી હતી. આ વાત સલમાન અને તેમના ભાઈઓએ ખૂબ જ ખુંચતી હતી. જોકે હવે સલમાનનો સંબંધ પોતાની બીજા માતા સાથે સારો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

પરંતુ શરૂઆતના દિવસોમાં સલમાને હેલનને બીજી માતાના રૂપમાં સ્વીકાર કરવો મુશ્કેલ હતો. સલમાન ખાન જ્યારે પણ હેલનને પોતાના પિતાની નજીક જોતા તેમને ગુસ્સો આવતો હતો. આ વાત સલમાને એક ઈન્ટરવ્યૂ વખતે કહી છે. 

મહેશ ભટ્ટ 
આ લિસ્ટમાં ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટનું નામ પણ શામેલ છે. મહેશ ભટ્ટે વર્ષ 1970માં લોરિયન બ્રાઈટ સાથે લગ્ન કર્યા હતા. આ કપલના બે બાળકો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ હતા. પરંતુ તેમનો સંબંધ 16 વર્ષ બાદ તૂટી ગયો જ્યારે મહેશના જીવનમાં સોની રાઝદાનની એન્ટ્રી થઈ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soni Razdan (@sonirazdan)

સોની-મહેશની બે દિકરીઓ આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ છે. શરૂઆતમાં પૂજા ભટ્ટ સોની રાઝદાનને 'દુષ્ટ ઓરત' સમજતી હતી. સોની રાઝદાનને પણ લાગતું હતું કે તેમણે મહેશ ભટ્ટ સાથે લગ્ન કરીને ભુલ કરી દીધી છે. જોકે હવે બધાની વચ્ચે સંબંધ સારા છે. 

સૈફ આલી ખાન 
સૈફ અલી ખાને બોલિવુડની બે ફેમસ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે વર્ષ 1991માં થયા હતા. બન્નેનો સંબંધ 13 વર્ષ ચાલ્યા બાદ વર્ષ 2004માં તૂટી ગયો. તે સમયે સારા અલી ખાન 9 અને ઈબ્રાહીમ ત્રણ વર્ષનો હતો. ડિવોર્સના 8 વર્ષ બાદ સેફે કરીના કપૂર સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા. 

માસૂમ સારાને પોતાના પિતાના બીજા લગ્નને લઈને કંઈ વધારે ખબર ન હતી. પરંતુ ધીરે ધીરે તેને અહેસાર થયો કે કંઈક આવું થયું છે. જેના કારણે તે અંદર અંદર તૂટી રહી હતી. જોકે તેને કરીના સાથે ક્યારેય કોઈ ફરીયાદ નથી. 

જાવેદ અખ્તર 
જાવેદ અખ્તર અને હની ઈરાનીના લગ્ન લવ મેરેજ હતા. હની ઈરાની એક્ટ્રેસની સાથે સાથે સ્ક્રીન રાઈટર પણ હતી. આ કપલે 21 માર્ચ 1972માં લગ્ન કર્યા હતા. તે સમયે જાવેદ અખ્તરનું કરિયર પરવાન ચડી રહ્યું હતું. લગ્નના તરત બાદ જ જોયા અખ્તરનો જન્મ થયો અને બે વર્ષ બાદ ફરહાન અખ્તરનો જન્મ થયો. 

પરંતુ થોડા વર્ષોમાં જ જાવેદ શબાના આઝમીની તરફ ઝુકવા લાગ્યા. હની અને જાવેદની વચ્ચે ઝગડા પણ થવા લાગ્યા. આખરે હનીએ જાવેદને આઝદ કરી દીધા. અન્ય બાળકોની જેમ ફરહાન અને જોયાને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમને પણ શબાનાને બીજી માતાના રૂપમાં એક્સેપ્ટ કરવામાં ઘણો સમય લાગ્યો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ