બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Sunil Gavaskar suggested names of 3 young players as future captain of Team India

ક્રિકેટ / દીર્ઘદ્રષ્ટા સુનિલ ગાવસ્કર! કહ્યું શુભમન ગિલ સહિત આ 3 ખેલાડીઓ બની શકે છે ભવિષ્યના કેપ્ટન, લિસ્ટમાં એક ગુજરાતીનું નામ

Megha

Last Updated: 02:56 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI દ્વારા અત્યાર સુધી બેકઅપ કેપ્ટન તરીકે કોઈને તૈયાર કરવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં ભારતના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે 3 ખેલાડીઓના નામ આ માટે જણાવ્યા હતા.

  • રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?
  • BCCI દ્વારા અત્યાર સુધી બેકઅપ કેપ્ટન તૈયાર નથી કર્યો 
  • આ ત્રણ ખેલાડીઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે

રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? આ પોતાનામાં એક મોટો પ્રશ્ન છે. BCCI દ્વારા અત્યાર સુધી બેકઅપ કેપ્ટન તરીકે કોઈને તૈયાર કરવામાં આવ્યું નથી. હાર્દિક પંડ્યા ટી-20માં એક રીતે ટીમનું નેતૃત્વ કરી શકે છે પરંતુ મોટો પ્રશ્ન ટેસ્ટનો છે. આવી સ્થિતિમાં ભારતના દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે 3 ખેલાડીઓના નામ આ માટે જણાવ્યા હતા. તેણે સ્પષ્ટ કહ્યું છે કે આ ત્રણ ખેલાડીઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી શકે છે.

સુનીલ ગાવસ્કરે જે ખેલાડીઓનું નામ આપ્યું છે તેમાં શુભન ગિલ, અક્ષર પટેલ અને ઈશાન કિશનનો સમાવેશ થાય છે. 
શુભન ગિલ વિશે તેણે કહ્યું કે તે શાનદાર ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયામાં સતત રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તે ભવિષ્યમાં કેપ્ટન તરીકે જોવા મળી શકે છે. 
અક્ષર પટેલ સતત ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યો છે, બોલ અને બેટ બંને સાથે તેનું અદ્ભુત કામ ચાલુ છે. આવી સ્થિતિમાં તે ટીમનું નેતૃત્વ પણ કરી શકે છે. 
આ સિવાય ઈશાન કિશનનું નામ આપતા તેણે કહ્યું કે આ ખેલાડીમાં ટેલેન્ટ છે. પરંતુ કેપ્ટનશિપ માટે તેણે પહેલા પોતાની જાતને ટીમમાં સ્થાપિત કરવી પડશે. 

અજિંક્ય રહાણેને ફરીથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનીના મતે, આ નિર્ણયમાં કંઈ ખોટું નથી, પરંતુ જો કોઈ યુવા ખેલાડીને આ જવાબદારી આપવામાં આવી હોત તો સારું હોત, આ સ્થિતિમાં તે ભવિષ્ય માટે તૈયાર થઈ શક્યો હોત. સુનીલ ગાવસ્કર પણ માને છે કે કેટલાક ખેલાડીઓ સાથે વાત કરતી વખતે ટીમ મેનેજમેન્ટે તેમને કહેવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ