બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Sunbeam School Ayodhya: Girl Student died fell from the terrace of the school, VIDEO

સનસનીખેજ ઘટના / સ્કૂલની છત પરથી પડી જવાથી છોકરીનું મોત, રજા હતી તોય બોલાવાઈ, પિતાનો ગેંગરેપનો આરોપ

Vaidehi

Last Updated: 04:38 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 10માં અભ્યાસ કરતી એક છોકરી સ્કૂલનાં ત્રીજા માળથી નીચે પડી જતા મૃત્યુ પામી છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે રજામાં પણ સ્કૂલથી ફોન કરીને વિદ્યાર્થીનીને શાળાએ બોલાવવામાં આવ્યું હતું.

અયોધ્યામાં આવેલી એક સ્કૂલમાં બન્યો રહસ્યમય બનાવ
ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું છત પરથી પડતા થયું મોત
પરિવારજનોએ સ્કૂલ મેનેજમેન્ટ પર લગાવ્યા આક્ષેપો

અયોધ્યામાં આવેલી સનબીમ સ્કૂલમાં એક દુર્ઘટના સર્જાઈ છે. શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક છોકરીનું રહસ્યમય મોત નિપજ્યું છે. સ્કૂલનાં CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે છોકરી સ્કૂલની છત પરથી નીતે પડતી દેખાય છે. મૃતકાનાં પરિવારજનોને લાગે છે કે તેની બાળકી સાથે કંઈક ખોટું થયું છે અથવા તો તેની હત્યા કરી દેવામાં આવી છે. જો કે પોલીસે તાત્કાલિક આ મામલાની તપાસ હાથ ધરી છે. જુઓ ફુટેજ.

પરિવારજનોએ સ્કૂલ પર લગાવ્યો આરોપ
પરિવારજનો અનુસાર રજા હોવા છતાં સ્કૂલથી ફોન કરીને વિદ્યાર્થીનીને બોલાવવામાં આવ્યું હતું. સ્કૂલ પહોંચ્યાની થોડીક્ષણ બાદ જ ઝૂલા પરથી પડી જઈ છોકરી ઘાયલ થઈ છે એવી માહિતી પરિવારજનોને મળી હતી. પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યારબાદ તે છોકરીનું મૃત્યુ થઈ ગયું. પરિવારજનોએ દાવો કર્યો છે કે બાળકીનું મોત થઈ ગયાં બાદ પણ સ્કૂલ મેનેજમેન્ટ ફોન પર સતત એવું જ કહી રહ્યાં હતાં કે તે હિંચકાથી પડી ગઈ હતી.

હત્યા, ગેંગરેપ અને પોક્સો એક્ટ અંતર્ગત આરોપ
પિતાએ સ્કૂલ ઓનર બૃજેશ યાદવ અને સ્પોર્ટ્સ ટીચર અભિષેક કનૌજિયા પર આરોપ મૂક્યો છે કે તેમની દીકરીની મોત પાછળ આ બંનેનો હાથ છે. પિતાએ આરોપ મૂક્યો છે કે તેની દીકરીનાં શરીર પણ ગંભીર ઈજાઓ થઈ છે એટલે શક્ય છે તે તેની સાથે કંઈક ખરાબ બન્યું હોય. ફરિયાદનાં આધારે પોલીસે ગેંગરેપ, પોક્સો એક્ટ અને હત્યાનો કેસ નોંધ્યો છે. IPCની કલમ 376D, 302, 120B, 201 અંતર્ગત કેસ નોંધાયો છે અને હાલમાં સ્પોર્ટ ટીચર અભિષેક કન્નોજિયાની પોલીસે ધરપકડ કરી છે.

સ્કૂલે બ્લડનાં નિશાન પણ ભૂંસી નાખ્યા
પિતાએ જણાવ્યું કે 'સ્કૂલમાંથી મને ફોન આવ્યો કે તમારી દીકરી હિંચકા પરથી પડી ગઈ છે. હોસ્પિટલ જઈને મેં જોયું તો તેનું શરીર ઈજાગ્રસ્ત હતું. CCTVમાં જોયું તો તે છત પરથી નીચે પડતી દેખાય છે અને તે જે જગ્યાએ પડી છે તે જગ્યાએથી બ્લડની નિશાનીઓ પણ ભૂંસી દેવામાં આવી છે.'

ગંભીરરીતે ઘાયલ થઈ બાળકી
છોકરીનાં ચહેરા અને આંખ પર ઘા લાગ્યો હતો અને હાથ પણ વળી ગયો હતો. આ બાદ સ્કૂલની એક CCTV ફુટેજ પણ સામે આવી હતી જેમાં બાળકી ત્રીજા માળેથી નીચે પડતી નજરે પડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ