બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ભારત / Sukhdev Singh Gogamedi of Karni Sena Shot Dead: Who Was He & Who Killed Him?

સુખદેવ મર્ડર / કેમ કરી ગોગામેડીની હત્યા? લોરેન્સ બિશ્નોઈ ગેંગના મોટા દાવાથી મચી હલચલ, મૂસેવાલા સાથે જોડાયા તાર

Hiralal

Last Updated: 10:42 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા પર મોટું અપડેટ આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો દાવો છે કે સિદ્ધૂ મૂસેવાલાની નજીક હોવાથી ગોગામેડીની હત્યા કરી હતી.

  • જયપુરમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા પર મોટું અપડેટ
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગનો મોટો દાવો 
  • સિદ્ધૂ મૂસેવાલાની નજીક હોવાથી ગોગામેડીની હત્યા કરી 
  • બદલા લેવા હત્યા કરી હોવાનું પણ જણાવ્યું 

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં બુધવારે એક મોટું અપડેટ આવ્યું છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પહેલા જ આ હત્યાની જવાબદારી લઈ ચૂકી છે. હવે આ લેટેસ્ટ ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુખદેવસિંહ ગોગામેડી સિદ્ધૂ મૂસેવાલાની નજીક હોવાથી અને બદલો લેવા માટે ગોગામેડીની હત્યા કરાઈ હતી. પંજાબ સિંગર સિદ્ધૂ મૂસેવાલાની 2022માં તેમના ગામ માણસામા ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ હતી. મૂસેવાલાની હત્યા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગે કરી હતી. 

મહિના પહેલા હતું હત્યાનું એલર્ટ તો કેમ ન મળી સુરક્ષા

પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને મહિના પહેલા ગોગામેડીની હત્યાનો પ્લાન હાથ લાગી ગયો હતો અને તેમણે રાજસ્થાન પોલીસને પત્ર લખીને જાણ કરી હતી. આમ છતાં પણ રાજસ્થાન સરકાર અને પોલીસે તેને ગંભીરતાથી ન લીધું અને પરિણામ તેમની ઘાતકી હત્યામાં આવ્યું. પંજાબના સ્પેશિયલ ડીજીએ રાજસ્થાનના ડીજીપીને પણ પત્ર લખીને પ્લાનની જાણ કરી હતી. 

કેવી રીતે થયો ગોગામેડીના મર્ડર પ્લાનનો ખુલાસો 
હકીકતમાં પંજાબ પોલીસે હથિયાર તસ્કરીના એક કેસમાં રાજસ્થાનથી પ્રોડક્શન વોરંટ પર લોરેન્સ ગેંગના સંપત નેહરાને લાવી હતી અને આ સમયે તેની પૂછપરછમાં જ નહેરાએ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના પ્લાનનો ખુલાસો કર્યો હતો જે પછી પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને જાણ કરી હતી. રાજસ્થાન પોલીસને એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નજીકના સાથી સંપત નેહરાએ જેલની બહાર પોતાના શૂટરોને ટાસ્ક (ગોગામેડીને મારી નાખવાની સોપારી) આપ્યા હતા. સંપત નેહરા હાલ પંજાબની બઠિંડા જેલમાં બંધ છે.

ગોગામેડીની હત્યા બાદ પંજાબની જેલોમાં ગેંગસ્ટરોની સુરક્ષા વધારાઈ 
રાજસ્થાનની ઘટના બાદ પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ (એજીટીએફ) રેડ એલર્ટ પર છે. પંજાબ પોલીસ લોરેન્સ ગેંગ પર ચાંપતી નજર રાખી રહી છે. એજીટીએફ લોરેન્સ ગેંગના નેટવર્કને તોડવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 70 ઓપરેટિવ્સની ધરપકડ કરવામાં આવી છે. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ પંજાબની જેલોમાં બંધ ગેંગસ્ટરોની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

જયપુરમાં રોહિત-નીતિન નામના યુવાનોએ કરી હતી ગોગામેડીની હત્યા

ગઈ કાલે રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોહિત રાઠોડ અને નીતિન ફૌજી નામના બે યુવાનોએ કરણી સેનાના ચીફ સુખદેવસિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તેમણે લોરેન્સ ગેંગના ઈશારે આ હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યા બાદ બન્ને હત્યારા ફરાર થઈ ગયા છે અને હાલમાં શોધખોળ ચાલી રહી છે. બન્નેના માથા પર 5-5 લાખના ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ