બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Such a unique initiative has been taken to ban liquor in anand and banaskantha

આવકારદાયક / રંગલાએ નાગરિકોને દારુમુક્ત થવાની કરી અપીલ, ગુજરાતના આ ગામમાં ઢબૂક્યો દારુબંધીનો ઢોલ

Khyati

Last Updated: 01:38 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આ ગામોમાં વ્યસનમુક્તિને લઇને કરવામાં આવી અનોખી પહેલ, ગામમાં દારૂ પીનાર-વેચનાર કે હેરાફેરી કરનાર સામે કરાશે કાર્યવાહી

  • ખંભાતના વટાદરા ગામે દારૂબંધીને લઇને ગ્રામ પંચાયતની પહેલ
  • પંચાયતે ઢોલ વગાડી રંગલાના માધ્યમથી ઢંઢેરો પીટાવ્યો
  • સોયલામાં  સરપંચ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય 

ગુજરાતમાં દારૂબંધી તો છે પરંતુ ક્યાં તે એક મોટો સવાલ થઇ પડ્યો છે. મોટા ભાગના ગામ અને શહેરોમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટનાઓ સામે આવે છે.  પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જ રહી છે પરંતુ સમાજમાં પણ  આ અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. દારૂના દૂષણને નાથવા માટે સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા આ અંગે કડક સંદેશો પાઠવીને લોકોને જાગૃત કરવામાં આવે તે અનિવાર્ય થઇ પડે છે. ત્યારે ગુજરાતના એવા કેટલાક ગામો છે જ્યાં દારૂ બંધીનો અમલ કરાવવા પંચાયતે કમર કસી છે. 

રંગલાના માધ્યમથી ગામને વ્યસન મુક્ત કરવાનો આદેશ

વાત કરીએ ખંભાતના વટાદરા ગામની.આ ગામમાં દારૂબંધીને લઇને આવકારદાયક પહેલ જોવા મળી. ગામમાં પંચાયત દ્વારા લોકોને દારૂબંધી વિશે સરળતાથી સમજ મળી રહે તે માટે રંગલાના માધ્યમથી ઢંઢેરો પીટાવ્યો હતો.  ગામવાસીઓને જણાવ્યુ હતું કે ગામમાં દારૂનુ વેચાણ, સપ્લાય કે દારૂ પીનારને આકરામાં આકરી સજા કરવામાં આવશે.  શેરીએ શેરીએ ઢોલ વગાડીને  નશો છોડો.. જેના જીવનમાં દારૂ તેના ઘરમાં અંધારુ આવા સ્લોગન સાથે લોકોને દારૂના દૂષણથી સાવચેત કરાયા હતા. દારૂથી દૂરી બનાવવા અપીલ કરવામાં આવી હતી.આમ આ રીતે   વટાદરા ગ્રામપંચાયત દારૂબંધીનો કડક અમલ કરાવીને ગામને વ્યસન મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો હતો. 

 

સોયલામાં દારૂ પીનાર-વેચનાર સામે લાલઆંખ

તો આ તરફ બનાસકાંઠાના ડીસાના સોયલા ગામમાં પણ દારૂબંધીને લઇને મહત્વનો આદેશ કરવામાં આવ્યો. ડીસાના સોયલા ગામના સરપંચે દારૂ વેચનાર કે પીનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. આ અંગે વધુમાં જણાવ્યુ કે અન્ય ગામમાંથી પણ જો કોઇ દારૂ પીને આવશે તો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું.

 તેમજ દેશી દારૂના અડ્ડા અને કોણ તેને દારૂ સપ્લાય કરતા હતા તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.  આવી પહેલ કરવા પાછળનો ઉદ્દેશ્ય એજ છે કે નાની ઉંમરમાં કોઇ બહેન વિધવા ન થાય. આજથી સોયલા ગામમાં આ કડક આદેશ આપી દેવાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ