બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / study don't respect your parents useless Governor Devvratanis attack on students

અમદાવાદ / ગમે એટલું ભણો પણ માતા-પિતાનું આદર ન કરો તો નકામું: રાજ્યપાલ દેવવ્રતની વિદ્યાર્થીઓને ટકોર

Kishor

Last Updated: 05:13 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળા જ્યાં ભણેલા છે ત્યાં વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યા છે. તેમ કહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતીઓના વખાણ કર્યા હતા.

  • ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ
  • રાજ્યપાલની વિદ્યાર્થીઓને ટકોર
  • 'અત્યારે ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ'

આજે ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થિનીને 8 ગોલ્ડ મેડલ અને એક વિદ્યાર્થિનીએ 10 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના જોડાયા હતા.તેઓએ યુવાનોને ટકોર કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓએ નૈતિક મુલ્યોને ભૂલવા જોઈએ નહીં. 

167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
ગુજરાત યુનવર્સિટીના પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીનીઓનો દબદબો જોવા મળ્યો હતો. કુલ 167 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યુવાનોને ટકોર કરી કે આજે જ્યાં ભણેલા હોય છે ત્યાં વધારે વૃદ્ધાશ્રમ જોવા મળી રહ્યા છે અને જ્યાં ભણેલા હોય છે ત્યાં વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ ઉભી નથી થતી. જેથી ભણ્યા બાદ નૈતિક મુલ્યો ને ભુલવા ન જોઈએ.


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ગુજરાતીઓના વખાણ કર્યા

વધુમાં સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ કહી. તેમને કહ્યું કે ધર્મ નો મતલબ ધર્મ ની વ્યાખ્યા આજે બદલાઈ છે પરંતુ માનવતા આપડો ધર્મ છે માણસાઈ છે, ધર્મ અપનાવીએ કે ક્યાય દ્વેષ કે આતંકવાદ ન રહે ! જીવનમાં ગમે તેટલું ભણે પરંતુ ગુરુજનો માતા પિતા અને મોટાનું આદર ન કરે તો તે ભણવાનું મતલબ નથી રહેતો.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ ગુજરાતીઓના વખાણ કર્યા હતા. જેમાં વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતીઓને સલામ કે તેઓ પોતાના અને પારકાનો ફરક સમજે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ