બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Student falls ill on the way to appear for board exam, dies during treatment

અંતિમ પરીક્ષા / જીવનનું છેલ્લુપેપર! સાબરકાંઠામાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત, અચાનક લથડતું બન્યું

Vishal Dave

Last Updated: 07:26 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12માં અભ્યાસ કરતો પ્રણય ચૌહાણ નામનો આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો.. સંસ્કૃતનું પેપર હોવાથી તે પરીક્ષા આપવા હોસ્ટેલથી પરીક્ષા કેન્દ્ર જવા રવાના થયો હતો..

ઇડરના એક વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપવા જતા માર્ગમાં જ તબિયત લથડતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન વિદ્યાર્થીનું મોત થયું હતું.

હોસ્ટેલથી પરીક્ષા કેન્દ્ર જવા નીકળ્યો હતો વિદ્યાર્થી 

ધોરણ 12માં અભ્યાસ કરતો પ્રણય ચૌહાણ નામનો આ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હતો.. સંસ્કૃતનું પેપર હોવાથી તે પરીક્ષા આપવા હોસ્ટેલથી પરીક્ષા કેન્દ્ર જવા રવાના થયો હતો.. આ દરમ્યાન માર્ગમાં જ તેની તબિયત લથડી હતી..જેને પગલે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયો હતો.. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

ઇડર સિવિલ હોસ્પિટલ પર શિક્ષકોના ટોળેટોળા ઉમટ્યા 

આ ઘટના બાદ વિદ્યાર્થીના મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં શિક્ષકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ