બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Student died due to front-to-back collision of moped in Surat, today 5 accidents in a single day, 3 dead, 5 injured, where did the incident happen?

ગોઝારો બુધવાર / સુરતમાં મોપેડની આગળ-પાછળ ટક્કર થતાં વિદ્યાર્થિનીનું મોત, આજે એક જ દિવસમાં 5 અકસ્માત, 3ના મોત 5ને ઈજા, ક્યાં ક્યાં બની ઘટના?

Vishal Khamar

Last Updated: 09:15 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક જ દિવસમાં 5 અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં 3 લોકાના અકસ્માતમાં મોત થયા હતા.

  • ઉતાવળ પડી શકે છે ભારે 
  • રાજ્યમાં એક જ દિવસમાં 5 અકસ્માત
  • 3 લોકોના મોત, 5થી વધુને થઇ ઇજા

અકસ્માતમાં હોમગાર્ડ જવાનું ઘટનાસ્થળે મોત 
આણંદનાં વાસદ બ્રિજ પર પોલીસ વાનને અકસ્માત નડ્યો હતો. પોલીસ વાન ડિવાઈડર પર ચડી જતા હોમગાર્ડ જવાનનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં 2 પોલીસકર્મી ઈજાગ્રત્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો. ડીસા-રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. માલગઢ પાસે રસ્તા વચ્ચે આખલો આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. 

બસચાલક દારૂના નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ
દાહોદનાં જાલત નજીક ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાનગી લકઝરી મધ્યપ્રદેશથી મોરબી જઈ રહી હતી. બસ ચાલક દારૂના નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. ત્યારે અકસ્માત બાદ બસ મુકી ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતને લઈ કતવારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

રાત્રી સમયે બેલર નજર ન પડતા બે કારને નડ્યો અકસ્માત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી. કામનાં લીધે રસ્તા વચ્ચે કાળા રંગનાં બેરલ રખાયા હતા. રાત્રી સમયે બેલર નજરે ન પડતા બે કારને અકસ્માત નડ્યો હતો. સેફ્ટી માટે રખાયેલા બેરલ પર રેડિયમ કે સફેદ કલરનાં પટ્ટાનો અભાવ હતો. અકસ્માતમાં ગંભીર રીતે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે કાર ચાલકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર ચાલકે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. 

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીનું નીપજ્યું મોત
સુરતમાં કોલેજ જતી વિદ્યાર્થીનીનું  માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પીપોદરા નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો હતો. પાછળથી અન્ય વાહનની ટક્કર વાહતા મોપેડ ટ્રક સાથે ભટકાયું હતું. ત્યારે ટ્રક સાથે ભટકાતા યુવતી મોપેડ પરથી રોડ પર પટકાઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું વિદ્યાર્થીનીનાં પિતા મોપેડ હંકારી કોલેજ મુકવા જઈ રહ્યા હતા. મૃતક ટીશા પટેલ પીપોદરા ગામની રહેવાસી હતી. તેમજ કુડસદ ખાતે કોલેજમાં અભ્યાસ અર્થે આવી રહી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ