બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / stroke deaths per year and know its prevention tips

ચોંકાવનારો રિપોર્ટ / 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો, હાલમાં દર વર્ષે 50 લાખ લોકોના થઇ રહ્યાં છે મોત

Manisha Jogi

Last Updated: 12:59 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે, તે પ્રકારે વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોત થવાના કેસમાં 50 ટકાનો વધારો થઈ શકે છે.

  • વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે
  • 15 મિલિયનથી વધુ સ્ટ્રોકનો શિકાર બને છે
  • વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોતના કેસમાં 50 ટકાનો વધારો થઈ શકે!

સમગ્ર વિશ્વમાં લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. WHO અનુસાર વિશ્વમાં દર વર્ષે 15 મિલિયનથી વધુ સ્ટ્રોકનો શિકાર બને છે, જેમાંથી 5 મિલિયન લોકો મોતને ભેટે છે અથવા વિકલાંગતાનો શિકાર બને છે. પહેલા માત્ર વધુ ઉંમરના લોકો જ આ સ્ટ્રોકનો શિકાર બનતા હતા, હવે યુવાઓ પણ સ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, જે પ્રકારે વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે, તે પ્રકારે વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કારણે મોત થવાના કેસમાં 50 ટકાનો વધારો થઈ શકે છે. 

સ્ટ્રોકના કારણે મોતનું જોખમ
રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, યુવા અને નિમ્ન તથા મધ્યમ આવક ધરાવતા દેશમાં સ્ટ્રોકના કેસ અને તેનું જોખમ વધી રહ્યું છે. સ્ટ્રોકના કારણે દર વર્ષે લાખો લોકો વિકલાંગતા, ડિમેંશિયા અને અન્ય આરોગ્ય સમસ્યાનું જોખમ વધુ રહે છે. જેના કારણે જીવનની ગુણવત્તા પર નકારાત્મક અસર થાય છે. 

યુવાઓમાં સ્ટ્રોકના જોખમમાં વધારો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર 55 વર્ષથી વધુ લોકોને સ્ટ્રોકનું જોખમ હતું. બદલાતી લાઈફસ્ટાઈલ અને આહોર સંબંધિત સમસ્યાઓમાં વધારો થતા 30-40 ઉંમરના લોકો પણ સ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે. ઓછી ઉંમરે બ્લડપ્રેશર અને કોલસ્ટ્રોલ જેવી સમસ્યાને કારણે યુવાઓ સ્ટ્રોકનો શિકાર થઈ રહ્યા છે.

લાઈફસ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી
સેચ્યુરેટેડ અને ટ્રાંસફેટની સાથે કોલસ્ટ્રોલથી ભરપૂર આહારનું સેવન કરવાથી સ્ટ્રોક અને હ્રદય રોગના કારણે મૃત્યુ થવાનું જોખમ રહે છે. ભોજનમાં સોડિયમની માત્રા વધુ હોવાને કારણે બ્લડપ્રેશર વધી શકે છે. બેઠાળુ જીવન જીવતા લોકોને સ્ટ્રોકનું વધુ જોખમ છે. સ્ટ્રોકથી બચવા માટે દરરોજની આદતોમાં સુધારો કરવો જરૂરી છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ