બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Stress, financial crisis and suicide... why are people losing patience? What are the reasons behind taking the last step and how can it be avoided?

મહામંથન / તણાવ,આર્થિક તંગી અને આપઘાત..લોકોમાં કેમ ખૂટી રહી છે ધીરજ? અંતિમ પગલું ભરવા પાછળના કારણો કયા, કેવી રીતે બચી શકાય?

Vishal Khamar

Last Updated: 09:09 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો નોંધાયો છે. સામાન્ય વાતમાં લાગી આવતા યુવાનો આપઘાત કરી રહ્યા છે. ગુજરાતમાં સામૂહિક આપઘાતના કેસ પણ વધ્યા છે. નાના બાળકોથી લઈ મોટી ઉમરના લોકોએ જીવન ટૂંકાવ્યું છે.

કહેવત છે કે દુખના વાદળ છવાયા હોય છે. તો ખુશીઓનો વરસાદ પણ થશે જ. કેમ કે સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ છે. સદંતર સુખ અને સદંતર દુઃખ કોઈપણ વ્યક્તિના જીવનમાં રહેતા નથી. આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે કેટલાક લોકો ખુબ ઝડપથી નાસીપાસ થઈ જાય છે અને જીવન જીવવાની જીજીવિષા ગુમાવી દે છે. લોકોમાં હવે ધીરજ ખુટી રહી છે અને જીવન ટૂંકાવવાના કિસ્સા વધી રહ્યા છે. નાની ઉંમર હોય કે પછી સામૂહિક આપઘાત હોય. આ કિસ્સાઓ ચિંતામાં મુકનારા છે. બિમારી હોય કે, આર્થિક સંકડામણ, રોજગારી, ઘર કંકાસ, તણાવના કારણે લોકોમાં સહનશીલતા ઘટી ગઈ છે. જેના કારણે યુવાનો પણ જિંદગી ટૂંકાવી રહ્યા છે.. જે સમાજ સામે ફરી એકવાર લાલબત્તી સમાન છે. કારણ કોઈપણ હોય.. મુશ્કેલી, પરિસ્થિતિ કોઈપણ હોય પણ તેનો અંતિમ માર્ગ કે અંતિમ પગલું આપઘાત તો  ન જ હોઈ શકે..  ભગવાને અમૂલ્ય જિંદગી આપી છે.. જેને આપઘાત કરીને વ્યર્થ ન જવા દેવી જોઈએ.

  • સમજણ અને સાચી દિશાના પ્રયાસોથી પરિણામ મળે છે
  • માનવી જીવનથી અમૂલ્ય આ સંસારમાં કઈ પણ નથી
  • આત્મઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી

આપઘાતથી સમસ્યા ઉકેલાશે?
સમજણ અને સાચી દિશાના પ્રયાસોથી પરિણામ મળે છે. માનવી જીવનથી અમૂલ્ય આ સંસારમાં કંઈ પણ નથી. આત્મઘાત એ કોઈ પણ સમસ્યાનો ઉકેલ નથી. કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ મોત નથી. સહનશીલતા અને સમજણથી દરેક સમસ્યા સામે લડી શકાય છે. એકક્ષણના ગુસ્સાથી આપઘાત કરવો તે સ્વસ્થ સમાજની નિશાની નથી.

  • કોરોનામાં ધંધા રોજગાર પર કોરોનાની માઠી અસર જોવા મળી
  • ધંધા રોજગારમાં મંદીના કારણે લોકો આર્થિક સંકડામણમાં ફસાયા
  • વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવકોએ આપઘાત કર્યો

આપઘાતના મુખ્ય કારણ શું?
કોરોનામાં ધંધા રોજગાર પર કોરોનાની માઠી અસર જોવા મળી છે.  ધંધા રોજગારમાં મંદીના કારણે લોકો આર્થિક સંકડામણમાં ફસાયા છે.  તો બીજી તરફ વ્યાજખોરોના ત્રાસથી અનેક યુવકોએ આપઘાત કર્યો છે.  આપઘાત પાછળ પરીક્ષાનો ડર, માનસિક બીમારી, લાંબા સમયની માંદગી અને પ્રેમ સંબંધ સહિતના કારણ જવાબદાર છે. બેરોજગારી, લોન, ભણતર, નોકરી જતી રહેવાનો ડર, પારિવારીક સમસ્યા, નાની વાતમાં લાગી આવવું, પ્રિય વ્યક્તિનું મૃત્યુ થવું.  બાળકો પર માતા-પિતાનું ખોટુ આનુશાસન અને  એકલતા,સામાજિક તિરસ્કાર,લોકોનું દબાણ.

  • તણાવમાં હોય તેમને સરકારની હેલ્પલાઈનો સંપર્ક કરવો જોઈએ
  • ગુજરાત સરકારની હેલ્પલાઈન 1096 પર ફોન કરવો જોઈએ
  • ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330 પર કોલ કરો

તણાવમાં શું કરવું જોઈએ?
તણાવમાં હોય તેમને સરકારની હેલ્પલાઈનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાત સરકારની હેલ્પલાઈન 1096 પર ફોન કરવો જોઈએ. ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330 પર કોલ કરો. મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ. મિત્ર,પરિવારજન, સગા સબંધીની મદદ લેવી જોઈએ. પ્રેરણા આપે તેવા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. ખરાબ વિચાર આવે તો મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી જોઈએ.

ગુજરાતમાં ચર્ચિત આપઘાતની ઘટનાઓ 

  • બનાસકાંઠામાં પતિ અને સસરાના ત્રાસથી 4 લોકોનો આપઘાત
  • દાંતીવાડા ડેમમાં ઝંપલાવીને 4 લોકોએ જીવન ટૂંકાવ્યું
  • જામનગરમાં પ્રેમપ્રકરણમાં 19 વર્ષીય યુવકનો આપઘાત
  • સુરતમાં મેડિસિન વિભાગના અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત
  • જેતપુરમાં 22 વર્ષીય યુવકનો ઝેરી દવા પીને આપઘાત
  • સુરતમાં દીકરીના લગ્નના 15 દિવસ પહેલા પિતાનો આપઘાત
  • સુરતમાં એક જ પરિવારના 7 લોકોનો આપઘાત
  • જેતપુરમાં 24 વર્ષીય યુવતીનો આપઘાત
  • વલસાડમાં 29 વર્ષીય યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
  • જૂનાગઢમાં નીતિન પરમારનો ગળેફાંસો ખાઈ આપઘાત
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ