બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / story char dham uttarakhand weather forecast alert kedarnath registration

ઉત્તરાખંડ / ચાર ધામની યાત્રા પર ફરી વાતાવરણનું વિઘ્ન, બદરીનાથ ગંગોત્રી,યમુનોત્રીના રજીસ્ટ્રેશન રોકાઇ ગયા, યાત્રીકોને કરી અપીલ

Manisha Jogi

Last Updated: 02:17 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMDએ ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા અંગે એલર્ટ જાહેર કર્યું છે. સરકાર તરફથી તીર્થ યાત્રીકોને ચાર ધામ યાત્રા રૂટ પર સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

  • ચાર ધામ યાત્રા શરૂ થતા ભક્તોની ભારે ભીડ
  • ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા અંગે એલર્ટ જાહેર
  • તીર્થ યાત્રીકોને સતર્ક રહેવાની અપીલ

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શરૂ થતા ભક્તોની ભારે ભીડ દર્શન કરવા પહોંચી રહી છે. IMDએ ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા અંગે એલર્ટ જાહેર કર્યું છે. સરકાર તરફથી તીર્થ યાત્રીકોને ચાર ધામ યાત્રા રૂટ પર સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. 

કેદારનાથ ધામમાં 14 મેના રોજ બરફવર્ષા થઈ હતી. બરફવર્ષા પછી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી NCR સહિત દેશના દેશના અનેક રાજ્યોમાંથી જતા યાત્રીકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં સહાયતા નંબર પર સંપર્ક કરવો. હવામાન વિભાગ અનુસાર પ્રદેશના પહાડી જિલ્લાઓમાં 17 મે સુધી વરસાદ થશે. 17 મે સુધી ચમોલી, ઉત્તરકાશી, બાગેશ્વર, રૂદ્રપ્રયાગ અને પિથોરાગઢ સહિત અન્ય જિલ્લામાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મેદાની વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે અને તાપમાન વધવાની આશંકા છે. નિદેશક ડૉ.બિક્રમ સિંહ જણાવે છે કે, 15થી 16 સુધી પર્વતીય વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવની છે. ઉંચાઈવાળા વિસ્તારોમાં 17થી 19 મે સુધી વરસાદ થવાની સંભાવના છે. 

25 મે સુધી રજિસ્ટ્રેશન નહીં થઈ શકે
કેદારનાથ ધામ દર્શન માટે 25 મે સુધી રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. 26મેથી ફરી રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. 

કેદારનાથ ધામમાં રુકી રુકીને બરફવર્ષા થઈ રહી છે. રવિવારે અડધો કલાક સુધી બરફવર્ષા થઈ હતી. રજિસ્ટર્ડ શ્રદ્ધાળુઓમાં પર્યાપ્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 25 મે સુધી રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે તીર્થ યાત્રીકોએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેઓ કેદારનાથ દર્શન કરવા જઈ શકશે. 

યમુનોત્રી માર્ગ પર શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ
મધ્યપ્રદેશ નિવાસી એક શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલ છે. પોલીસે મૃતકનું પંચનામુ કરીને પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો છે. જાણકારી અનુસાર 52 વર્ષીય રાજેશકુમારની અચાનક તબિયત ખરાબ થઈ હતી. રાજેશકુમારને સારવાર માટે મોડી સાંજે એલોપેથિક ચિકિત્સાલયમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ