બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'still hurts...', after Shubman Gill's KL Rahul's pain is now spilled, makes an emotional post

ક્રિકેટ / 'still hurts...', વર્લ્ડકપ ફાઇનલમાં હારને લઇ શુભમન ગિલ બાદ હવે છલકાયું KL રાહુલનું દર્દ, કરી ભાવુક પોસ્ટ

Megha

Last Updated: 04:42 PM, 23 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ 2023 ફાઈનલ સાથે સંબંધિત પોતાની અને ભારતીય ટીમની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં રાહુલે લખ્યું, "આ હજુ પણ દુઃખદ છે."

  • વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા હારી તેને ચાર દિવસ થઈ ગયા 
  • ચાહકો સાથે ભારતીય ખેલાડીઓ પણ આ હારનું દુઃખ ભૂલી શક્યા નથી 
  • કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેનું દુઃખ શેર કર્યું  

ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યાને ચાર દિવસ થઈ ગયા છે, પરંતુ ટ્રોફી જીતવાનું સપનું ગુમાવવાનું દુઃખ હજુ પણ ઓછું થઈ નથી રહ્યું. માત્ર ચાહકો જ નહીં પરંતુ ભારતીય ખેલાડીઓ પણ આ હારના દુ:ખ સાથે ઝઝૂમી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચાહકો સાથે પોતાનું દુઃખ શેર કર્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

રાહુલે ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ કપ 2023 ફાઈનલ સાથે સંબંધિત પોતાની અને ભારતીય ટીમની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. પોસ્ટની સાથેના કેપ્શનમાં રાહુલે લખ્યું, "આ હજુ પણ દુઃખદ છે."

રાહુલને આ પોસ્ટ પર ચાહકોનો ઘણો સપોર્ટ મળ્યો. એક ચાહકે લખ્યું, "તમે અને બીજા ખેલાડીઓ એ ખુબ સારું રમ્યું અન અમને બધાને ગર્વિત કર્યા ભાઈ!" એક યુઝરે લખ્યું, "આપણે મજબૂત રીતે પાછા આવીશું." અન્ય એક યુઝરે લખ્યું, “અમે આ વર્લ્ડ કપનો એટલો જ આનંદ માણ્યો જેટલો અન્ય વર્લ્ડ કપ. મનોરંજન માટે આભાર.”

રાહુલની સાથે સમગ્ર ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત સારું પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે સતત 10 મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ છેલ્લી મેચમાં તે પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું ન હતું. ચાહકો માટે આ વાત પચાવવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે.

પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ કહ્યું કે ભારતીય ટીમ વર્લ્ડ કપની સર્વશ્રેષ્ઠ ટીમ હતી. રવિવારે અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની છ વિકેટે હાર બાદ, કૈફેએ ટિપ્પણી કરી, "હું સ્વીકારી શકતો નથી કે શ્રેષ્ઠ ટીમે વર્લ્ડ કપ જીત્યો છે. ભારતીય ટીમ કાગળ પર શ્રેષ્ઠ ટીમ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

જોકે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ડેવિડ વોર્નરે કૈફના દાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાગળ પરના પ્રદર્શનથી કોઈ ફરક પડતો નથી અને ટ્રોફી જીતવા માટે મેદાન પર પ્રદર્શન કરવું પડે છે. વોર્નરે ટ્વીટ કર્યું, “મને મોહમ્મદ કૈફ ગમે છે. સમસ્યા એ છે કે કાગળ પર શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. તમારે મેદાન પર પ્રદર્શન કરવું પડે છે અને તેને જ અંતિમ કહેવામાં આવે છે. આ તે દિવસ છે જે મહત્વપૂર્ણ છે અને તે કોઈપણ ટીમની તરફેણમાં જઈ શકે છે, આ રમત છે.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ