બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / stay at home govt advises amid emergency messages from indian students stranded in sumi

યુક્રેન જંગ / 'ઘરોમાં જ રહો', યુક્રેનના સુમીમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રએ તાત્કાલિક આપી સલાહ

Dhruv

Last Updated: 05:35 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનના યુદ્ધગ્રસ્ત સુમી શહેરમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના આપાતકાલીન મેસેજથી ભરેલા વીડિયો સામે આવતાની સાથે જ સરકારે તેઓને ઘરની અંદર સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.

  • સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો વાયરલ
  • તમામ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું જોખમ ન લેવાની સલાહ
  • દૂતાવાસનો સંપર્ક સાધ્યા બાદ વિદ્યાર્થીઓએ લીધો આ નિર્ણય

ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો સામે આવ્યા બાદ સરકાર દ્વારા આ સલાહ આપવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું કે, તેઓ એકલાં જ રશિયન બોર્ડર તરફ જઈ રહ્યાં છે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે, દૂતાવાસના અધિકારીઓ આ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે પણ શનિવારે કહ્યું હતું કે, સરકારે ઘણી ચેનલો દ્વારા રશિયા અને યુક્રેનની સરકારોને વારંવાર યુદ્ધવિરામ લાગુ કરવા વિનંતી કરી છે. જેથી આ ભારતીય વિદ્યાર્થીઓને સલામત માર્ગ મળી શકે. સરકાર દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મંત્રાલય અને ભારતીય દૂતાવાસ સતત આ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. ગોળીબારીમાં ઘેરાયેલા આ ભારતીય વિદ્યાર્થીઓ બેચેની વચ્ચે સરકારને સતત ભાવનાત્મક અપીલ કરી રહ્યાં છે અને તેમને યુદ્ધક્ષેત્રમાંથી બહાર કાઢવાની વિનંતી કરી રહ્યાં છે.

તમામ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારનું જોખમ ન લેવાની સલાહ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi) એ જણાવ્યું, અમે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષા સંબંધી નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપી છે. તેઓને બંકર તેમજ જ્યાં પણ શરણ મળી રહે તેવાં સ્થાનો પર રહેવાનું કહેવામાં આવ્યું છે. તેમજ કોઇ પણ પ્રકારનું જોખમ ન લેવાની પણ સલાહ આપવામાં આવી છે.

યુક્રેનના ઉત્તર-પૂર્વી શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તેઓએ જણાવ્યું કે, તેઓ જોખમ લઇને રશિયાની સીમા તરફ આગળ વધી રહ્યાં છે, જે અંદાજે 50 કિમી જ દૂર છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમનો સુમીમાં આ અંતિમ વીડિયો છે. આ વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું કે, જો તેઓને કંઇ થઇ જાય તો તેની માટે ભારત સરકાર અને દૂતાવાસ જવાબદાર રહેશે. જો કે, દૂતાવાસ દ્વારા સંપર્ક સાધ્યા બાદ આ વિદ્યાર્થીઓએ બાદમાં રશિયાની સીમા તરફ કૂચ કરવાનો પોતાનો ઇરાદો ટાળી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ