બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Superintendent Ganesh Govekar of Surat Civil Hospital regarding the fear of honor killing in Navsari

ઘટસ્ફોટ / ગળાફાંસો ખાવાથી નવસારીની યુવતીનું મોત: શરીર પર ઈજાના કોઈ નિશાન નહીં, પ્રાથમિક તપાસમાં ખુલાસો

Dinesh

Last Updated: 01:22 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં ઓનર કિંલિંગ આશંકા મામલે સુરતની સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ ગણેશ ગોવેકરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, યુવતીના શરીર પર ઇજાના અન્ય કોઈ નિશાન નથી

  • નવસારીમાં યુવતીનું શંકાસ્પદ મોત મામલો
  • સુરતની સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ ગણેશ ગોવેકરનું નિવેદન
  • 'પ્રાથમિક તપાસમાં ગળેફાંસો ખાવાના કારણે યુવતીનું મોત થયુ'


નવસારીમાં ઓનર કિંલિંગ આશંકા મામલે આજે યુવતીના મૃતદેહનું સુરતની ફોરેન્સિક પેનલે પોસ્ટમોર્ટમ કર્યું છે જે મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ ગણેશ ગોવેકરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીનું પેનલ PM કરાયું છે જે 2 તબીબોની ટીમ દ્વારા કરાયું છે જેની પ્રાથમિક તપાસમાં ગળેફાંસો ખાવાના કારણે મોત થયાનું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિમટેન્ડન્ટ નિવેદન
સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે, યુવતીના શરીર પર ઇજાના અન્ય કોઈ નિશાન નથી અને આઇડેન્ટિફિકેશન માટે DNA સેમ્પલ લેવામાં આવ્યા જેમાં DNA માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ વિશેરા અને નખના તેમજ બ્લડગ્રુપ માટે દાતના સેમ્પલ લેવામાં આવ્યા છે. વધુમાં ઉમેર્યું કે, ઘટનામાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની શક્યતા વધુ છે. અત્રે આપને જણાવી દઈએ કે, આસિસ્ટન્ટ એસોસિયેટ કલ્પેશ ચૌધરી રેસિડેન્ટ તબીબ પ્રતીક પરમાર દ્વારા પેનલ પીએમ કર્યું છે

સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકરે

શુ છે સમગ્ર મામલો
વાત એમ છે કે, બ્રીજેશ પટેલ નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અને આ યુવતી પ્રેમ સંબંધમાં બ્રીજેશને મળવા આવી હતી. જો કે, બંન્ને વલસાડ મળ્યા પછી યુવતી ઘરે ગઈ ત્યારે એવા સમાચાર આવ્યા કે, બ્રીજેશ જે યુવતીને પ્રેમ કરતો હતો તેણે આપઘાત કરી લીધો છે. જે સમગ્ર ઘટનામાં પ્રેમી બ્રીજેશ પટેલને એવી શંકા કે, મારી પ્રેમિકાની હત્યા કરી નાંખી અને તેની લાશને દફનાવી દીધી છે તેવું બ્રીજેશ જણાવી રહ્યો છે. પ્રેમિકા માટે પ્રેમીની સુરત રેન્જ IGને અરજી પણ કરી અને પ્રેમીકાની હત્યા થઈ લાશ દફનાવી નાંખવાનો આક્ષેપ કર્યો છે તેમજ પ્રેમીએ પોલીસને કબ્રસ્તાન પણ બતાવ્યું હતું અને તેવું કહેવું છે કે, તેની પ્રેમિકાની હત્યા કરી લાશને રાતો રાત દફનાવી દેવામાં આવી છે હત્યાને અંજામ આપ્યા બાદ તેનો પરિવાર આપઘાતનું નાટક કરે છે. 

મૃતક

અબ્રામા ખાતે કબ્રસ્તાનમાં નવસારીના પ્રાંત અધિકારી પણ પહોંચ્યા હતા તેમજ યુવતીને મારીને દફન કરી દેવાની આશંકાના પગલે તપાસ આદરી હતી, પોલીસે અને વહીવટી તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, યુવતીના ઘરેથી સ્યુસાઈડ નોટ મળી છે. બ્રીજેશ પટેલ એવું કહે છે કે, સ્થાનિક લોકોએ મને જણાવ્યું હતું કે, યુવતીએ આપઘાત કર્યો નથી. તેની હત્યા કરી દેવામા આવી છે. બ્રીજેશની માગ છે કે, જો પોલીસ પુરા મામલે તપાસ કરે તો સત્ય સામે આવી શકે છે. હાલ પોલીસ તપાસ આદરી છે અને તેનો મૃતદેહ કબરમાંથી બહાર નીકાળી પીએમ અર્થે ખસેડ્યો હતો જ્યાં તેનું પીએમ પણ કરાયું છે.

બ્રીજેશ પટેલ

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ