બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statement of Cabinet meeting spokesperson Minister Rishikesh Patel

કેબિનેટ બેઠક / સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, આગામી 10 વર્ષનું ભરતી કેલેંડર બહાર પાડવા સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી

Dinesh

Last Updated: 06:04 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડાશે અને વર્ષ 2014થી 2023સુધીમા 1.67 લાખ ભરતી કરવામા આવી છે

  • કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
  • 'કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરમાં થયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ'
  • 'આગામી 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડશે'

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક નિર્ણયો લેવાયા છે તેમજ  મહત્વની ચર્ચાઓ કરાઈ છે જેને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરમાં થયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરાઇ છે તેમજ શહેરી વિકાસ અને સરકારી કર્મચારીઓની તાલીમ પર ચર્ચા કરાઇ છે.

ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ
મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.

નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે
જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવ, ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે. જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન કૂલ-1,56,417 જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ 1,67,255 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે.

પ્રવક્તા મંત્રીનું નિવેદન 
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, ચિંતન શિબિરની વિવિધ કમિટીઓ આરોગ્યલક્ષી મુદાઓ પર ચર્ચા થઈ છે તેમજ વિવિધ જૂથ દ્વારા ગહન ચર્ચા થઈ હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, નવા અચિવમેન્ટ માટે ચર્ચા કરી આગળનો રોડમેપ બનાવવામા આવશે 

'પાણી નથી ત્યાં પાણી પહોંચે તેવી સુવિધા કરી રહ્યા છીએ'
ઉનાળોમાં પીવાના પાણીની સમિક્ષા કરવામા આવી છે તેમજ ડેમમાં પીવાના પાણીના અનામત જથ્થા સંદર્ભે સમીક્ષા થઈ છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું. પાણી જ્યાં નથી ત્યાં પાણી પહોંચે તેવી સુવિધા ઉભી કરી રહ્યા છીએ અને રાજકોટના 7 અને પડધરીના 5 ગામોને ટેન્કરથી પાણી આપવાની વ્યવસ્થા કરાઈ છે તેવી વાત  ઋષિકેશ પટેલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ