બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / State President CR Patil inaugurated the new office of BJP in Rajkot

ઉદ્ધાટન / નવા કમલમથી કમળ ખિલશે? સૌરાષ્ટ્રમાં આ ભાજપનું સૌથી મોટું કાર્યાલય, ધનતેરસે CR પાટીલની હાજરીમાં ગૃહપ્રવેશ

Malay

Last Updated: 10:59 AM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બનેલા ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે.

  • રાજકોટમાં બનેલા નવા કમલમમાં આવતીકાલે ગૃહપ્રવેશ
  • રાજકોટના શીતલ પાર્કમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટુ કમલમ
  • ત્રણ માળના કમલમમાં 40 હજાર ફૂટનું બાંધકામ
  • ધનતેરસના પર્વ પર સી.આર.પાટીલની હાજરીમાં ગૃહપ્રવેશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવી રહી છે. ભારતીય જનતા પાર્ટી મિશન 182 હાંસલ કરવા મથામણ કરી રહી છે. એવામાં રાજકોટ મહાનગરમાં અત્યાધુનિક સુવિધાવાળું ભાજપનું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. આવતીકાલે ધનતેરસના શુભ દિવસે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના વરદહસ્તે નવા કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ તકે પ્રદેશ-શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહેશે.

રાજકોટમાં બનેલા નવા કમલમમાં આવતીકાલે ગૃહપ્રવેશ
વિધાનસભાની આગામી ચૂંટણીનું કેન્દ્ર હવે નવું કાર્યાલય બનશે. આ કાર્યાલય 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે નિર્માણ પામ્યું છે. આ કાર્યાલય ખાતે મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર જિલ્લાના આગેવાનો હાઇવેથી સીધા 150 ફૂટ રોડ પર સરળતાથી પહોંચી શકશે.

બે વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન
રાજકોટના નવા કમલમનું ભૂમિપૂજન બે વર્ષ પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ કાર્યાલય બનાવવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે આ નવું કાર્યાલય તૈયાર થઈ ગયું છે. ત્રણ માળના કમલમમાં 40 હજાર ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. અત્યાધુનિક નવનિર્મિત કાર્યાલય 2200 વાર કરતા વધુ વિશાળ જગ્યા પર ફેલાયેલુ છે. મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ મહામંત્રીની પણ ચેમ્બર નવા કમલમમાં બનાવવામાં આવી છે.

સેલરમાં પાર્કિંગ બાદ ગ્રાઉન્ડ ફલોર પર મીટીંગ હોલ કરાયો છે તૈયારઃ પુષ્કર પટેલ
રાજકોટના નવા કાર્યાલયની વિશેષતા અંગે માહિતી આપતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, ત્રણ માળમાં 40 હજાર ચોરસ ફૂટનું બાંધકામ કરાયું છે.  સેલરમાં પાર્કિંગ બાદ ગ્રાઉન્ડ ફલોર પર મીટીંગ હોલ રૂમ અને અદ્યતન ડાઇનીંગ હોલ છે. 514 બેઠકના ઓડિટોરીયમમાં 169ની સ્ક્રીનના વીડિયો હોલની સુવિધા પણ છે. 

સર્વર રૂમ, પ્રેસ કોન્ફરન્સ રૂમ અને પેન્ટ્રી  
તેમણે જણાવ્યું હતું કે, નવા કાર્યાલયના પહેલા માળે શહેર ભાજપ, કાર્યાલય મંત્રી, વિવિધ મોરચાની ચેમ્બર છે. તો આઇટી સોશિયલ મીડિયા વોર રૂમ, સર્વર રૂમ, કોમ્પ્યુટર વિભાગ, પ્રેસ કોન્ફરન્સ રૂમ અને પેન્ટ્રી છે. 
 
શિતલ પાર્ક પાસે ‘કમલમ’નું પાટીલના હસ્તે ઉદ્ઘાટન
સ્ટે.કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, બીજા માળે  પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની ચેમ્બર, પ્રદેશના વિવિધ મોરચાની ચેમ્બર, કોન્ફરન્સ રૂમ, વીઆઇપી બેઠક રૂમ, પેન્ટ્રી અને ત્રીજા માળે 514 બેઠકનું આધુનિક ઓડિટોરીયમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ