બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / State BJP executive meeting in Ahmedabad BJP leader Nitin Patel reacted

પ્રતિક્રિયા / 'લોકસભામાં ગુજરાતમાં ભાજપની આટલી બેઠકો આવશે', કારોબારી બેઠક બાદ નીતિન પટેલનું મોટું નિવેદન, રૂપરેખા પણ જણાવી

Mahadev Dave

Last Updated: 05:08 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. આ મામલે નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા અને લોકસભામાં ગુજરાતમાં ફરીથી 26 સીટ ભાજપ જીતશે તેવો દાવો કર્યો હતો.

  • અમદાવાદમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક
  • ભાજપ નેતા નીતિન પટેલે આપી પ્રતિક્રિયા
  • ભાજપની આ બેઠક ખુબ મહત્વની છેઃ નીતિન પટેલ

અમદાવાદમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક મામલે ભાજપ નેતા નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નીતિન પટેલે કહ્યું હતું કે ભાજપની આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે. PM મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારની પ્રજા કલ્યાણની યોજનાઓ અને નવ વર્ષની સિદ્ધિ તેમજ કામગીરી લોકો સુધી પહોંચાડવા માટેનું આયોજન ઘડી કાઢવા અને છેવાડાના માનવી સુધી  સુધી પહોંચવાના ભાવ સાથે મિટિંગ યોજાઈ હતી. આ મામલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડાની સુચનાથી કાર્યવાહી શરૂ પણ કરાઈ છે.


આયોજનો ઘર-ઘર સુધી પહોંચે તે માટે કાર્યકરો કાર્યરત રહેશેઃ નીતિન  પટેલ

નીતિન પટેલે વધુમાં ઉલ્લેખ કરતા જણાવ્યું કે પ્રદેશ ગુજરાતની કારોબારી પૂર્ણ થયા બાદ હવે એક અઠવાડિયાના સમયગાળામાં તમામ જિલ્લામાં કારોબારી બેઠક યોજશે. ત્યારબાદ તમામ તાલુકા લેવલે પણ કારોબારી થશે અને આગામી આયોજન પ્રજા અને લાભાર્થી તથા રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવા લાખો કરોડો કાર્યકરો કામગીરીમાં લાગશે. તેવું નીતિન પટેલે કહ્યું હતું.


લોકસભામાં ગુજરાતમાં ફરીથી 26 સીટ ભાજપ પર જીતશે
નીતિન પટેલે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકસભામાં ગુજરાતમાં ફરીથી 26 સીટ ભાજપ પર ભાજપનો જવલંત વિજય થશે. કર્ણાટકમાં ભલે કોંગ્રેસ આવી હોય પરંતુ લોકસભામાં ભાજપનલની વધુને વધુ બેઠકો આવશે અને ભાજપ સત્તારૂઢ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

'લોકસભા BJP Nitin Patel ahmedabad નીતિન પટેલ ભાજપ કારોબારી બેઠક Gujarat BJP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ