બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / sri lanka wanindu hasaranga retire from test cricket on 15th august

ક્રિકેટ / ધોની બાદ વધુ એક ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા! નહીં રમે ટેસ્ટ મેચ, 15 દિવસમાં 8 લોકોએ લીધો સંન્યાસ

Manisha Jogi

Last Updated: 05:23 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 વર્ષ પહેલા ધોનીએ પણ આ જ તારીખે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આ ક્રિકેટરે અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય શા માટે કર્યો? તે માટેનું કારણ છે એશિયા કપ અને વર્લ્ડ કપ.

  • એશિયા કપ પહેલા આ ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી
  • ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય શા માટે કર્યો?
  • ધોનીએ પણ આ જ તારીખે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું

એશિયા કપ પહેલા શ્રીલંકાના સ્પિન ઓલરાઉન્ડર વાનિંદુ હસારંગાએ ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરત કરવા માટે તેમણે 15 ઓગસ્ટની પસંદગી કરી છે, 3 વર્ષ પહેલા ધોનીએ પણ આ જ તારીખે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. હસારંગાએ અચાનક ટેસ્ટ ક્રિકેટ છોડવાનો નિર્ણય શા માટે કર્યો? તે માટેનું કારણ છે એશિયા કપ અને વર્લ્ડ કપ. 

વ્હાઈટ બોલ ક્રિકેટ પર ફોકસ કરવા માટે હસારંગાએ આ નિર્ણય લીધો છે. 30 ઓગસ્ટથી શ્રીલંકામાં એશિયા કપનું આયોજન થશે. શ્રીલંકા એશિયા કપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે અને વાનિંદુ હસારંગા તે માટેની મહત્ત્વપૂર્ણ કડી છે. હસારંગા માત્ર એશિયા કપ માટે નહીં, પરંતુ વર્લ્ડ કપ માટે પણ તૈયાર રહેવા માંગે છે. 

હસારંગાનું ટેસ્ટ કરિઅર કેવું રહ્યું?
વાનિંદુ હસારંગા ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે તો શ્રીલંકન ક્રિકેટ ટીમ પર વધુ અસર નહીં થાય. ક્રિકેટના આ ફોર્મેટમાં શ્રીલંકન ટીમના રેગ્યુલર સભ્યો નહોતા. ડિસેમ્બર 2020માં ડેબ્યુ કર્યા પછી તેઓ માત્ર 4 ટેસ્ટ મેચ જ રમી શક્યા હતા. તેમણે છેલ્લે વર્ષ 2021માં ટેસ્ટ મેચ રમી હતી. 4 ટેસ્ટ મેચમાં હસારંગાએ 4 વિકેટ લીધી હતી અને અડધી સદીની સાથે 196 રન ફટકાર્યા હતા. 

હસારંગા વન ડે વર્લ્ડ કપમાં ક્વોલિફાયર
વાનિંદુ હસારંગા વ્હાઈટ બોલ ક્રિકેટમાં શ્રીલંકાના મેઈન પ્લેયર છે. હસારંગાએ 7 મેચમાં 12.90ની સરેરાશથી 22 વિકેટ લીધી અને આ ટુર્નામેન્ટના હાઈએસ્ટ વિકેટકીપર રહ્યા. હસારંગા એશિયા કપ અને વન ડે વર્લ્ડ કપમાં પણ આ પ્રકારનું પ્રદર્શન કરવા માંગે છે. હસારંગાએ વ્હાઈટ બોલ ક્રિકેટ પર ફોકસ કરવા માટે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે. 

બ્રોડ અને મોઈને પણ લીધો સંન્યાસ
31 જુલાઈના રોજ એશેઝ સીરિઝ પૂર્ણ થયા પછી ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે સંન્યાસ લીધો. તેમના સાથી મોઈન અલીએ પણ ટેસ્ટમાં વાપસી કરવાનો ઈન્કાર કર્યો. ભારતીય વિકેટકીપર, પુનિત બિષ્ટ, ઈંગ્લેન્ડના ધાકડ બેટ્સમેન એલેક્સ હેલ્સ, નેપાળના પૂર્વ કેપ્ટન જ્ઞાનેંદ્ર મલ્લા, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટીવન ફિન અને ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ પણ હાલમાં જ સંન્યાસ લીધો હતો, પરંતુ થોડા કલાક પછી ફરીથી વાપસીની જાહેરાત પણ કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ