બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / સુરત / Cricket / Sreesanth Reveals Gautam Gambhir Calls Him Fixer After Ugly Spat During Llc 2023

LLC 2023 / VIDEO: મને અભદ્ર ગાળો આપી અને ફિક્સર ફિક્સર કહ્યું... શ્રીસંતે ગૌતમ ગંભીર પર લગાવ્યો આરોપ, સુરતની મેચમાં થઈ હતી બબાલ

Parth

Last Updated: 04:07 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LLC 2023 : સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે બબાલ, શ્રીસંતે વધુ એક વીડિયો શેર કરીને લગાવ્યા ગંભીર આરોપ

 

  • ચાલુ મેચમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે થઈ બબાલ 
    શ્રીસંતે વધુ એક વીડિયો કર્યો વાયરલ 
  • ગૌતમ ગંભીર પર લગાવ્યા ગંભીર આરોપ

સુરતમાં રમાયેલ લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે થયેલ બબાલનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે. શ્રીસંતે સમગ્ર મામલે મોટા ખુલાસા સાથે ગંભીર પર આરોપ લગાવ્યા છે. શ્રીસંતે વીડિયો શેર કરતાં જુઓ શું શ કહ્યું. 

શ્રીસંતે કહ્યું, ગૌતમ ગંભીર વારે ઘડીએ મને ફિક્સર ફિક્સર કહી રહ્યા હતા. મને અભદ્ર ગાળો પણ આપી. મેં ગંભીરને એક પણ અપમાનજનક શબ્દ કહ્યો નથી, મેં માત્ર એટલું જ કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો? તે પછી તે મને વારંવાર ફિક્સર ફિક્સર કહેતા રહ્યા. 

લાઈવ મેચમાં ગંભીર VS શ્રીસંત 
ગૌતમ ગંભીર હાલમાં લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે સારા એવા રન પણ બનાવી રહ્યા છે. ગઇકાલે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. સુરતમાં રમાયેલ આ મેચમાં ગંભીર અને ગુજરાત જાયન્ટ્સના ખેલાડી શાંતાકુમારન શ્રીસંત વચ્ચે બબાલ જોવા મળી. 

આ મેચમાં શ્રીસંતે ત્રણ ઓવર નાંખી જેમાં વિરોધી ટીમે 35 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી. મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. લાઈવ મેચમાં તો બબાલ આગળ વધી ન હતી અને બંન ખેલાડીઑ શાંત પડી ગયા હતા.  

આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 12 રને મહાત આપી હતી. ગંભીરે 30 બોલમાં 51 રન બનાવ્યા. ઈન્ડિયા કેપિટલ્સે કુલ 223 રન બનાવ્યા હતા જ્યારે ગુજરાતની ટીમમાંથી ક્રિસ ગેલે 84 રન બનાવ્યા હતા. જોકે તેમ છતાં ગુજરાત જીતી શક્યું નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ