બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / SpiceJet Flight Being Searched At Delhi Airport After Bomb Scare

હવાઈ હોક્સ / દિલ્હીથી પુના જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળતાં હડકંપ, મુસાફરોના જીવ થયા અધ્ધર

Hiralal

Last Updated: 09:12 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી પુના જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોંબ હોવાનો કોલ દિલ્હી એરપોર્ટ પર આવતાં હડકંપ મચ્યો હતો.

  • ફ્લાઈટમાં બોંબની ખબરની ઘટનાઓ વધી
  • હવે દિલ્હીથી પુના જતી ફ્લાઈટમાં બોમ્બનો મળ્યો કોલ
  • તાબડતોબ પ્રવાસીઓને ઉતારીને શરુ કરાઈ તપાસ 

પુના જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોંબની ખબરે દિલ્હી એરપોર્ટ પર ખળભળાટ મચાવી દીધો છે. દિલ્હીથી પૂના જતી ફ્લાઈટ ઉપડવાની તૈયારી હતી ત્યાં જ તેમાં બોમ્બ હોવાનો ફોન આવતા પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. ફ્લાઈટ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તાબડતોબ મુસાફરોને નીચે ઉતારીને તપાસ શરુ કરી દેવાઈ હતી. 

ઉપડતાં આવ્યો કોલ, ઉડાણ બંધ રખાઈ 
બોમ્બનો કોલ મળતાં એરલાઈન્સના અધિકારીઓને ફ્લાઈટને રોકી દીધી હતી અને બોમ્બ સ્કવોર્ડને બોલાવી હતી. પોલીસે એવું જણાવ્યું હતું કે, ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલાં જ તેમાં  બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. અત્યાર સુધીમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. 

બોંબની ખબરે ગોવા ફ્લાઈટને જામનગરમાં ઉતારવી પડી હતી
ઉલ્લેખનીય છે કે અઠવાડિયા પહેલા ગોવા ફ્લાઈટને પણ જામનગર એરપોર્ટ પર ઉતારી મૂકવી પડી હતી. આ ફ્લાઈટમા બોંબની ખબરને પગલે તેને તાબડતોબ ઈમરજન્સી ધોરણે લેન્ડ કરી દેવાઈ હતી અને બીજે દિવસે સવારે ઉપડવા દેવાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ