બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Speaking about Goa, understand it! The CM made the announcement in the assembly itself

કાર્યવાહી / ગોવા વિશે જેવુ તેવું બોલ્યા, તો ગયા સમજો! CMએ વિધાનસભામાં જ કર્યું એલાન, જાણી લેજો નિયમ

Priyakant

Last Updated: 02:51 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Goa News: ગોવા વિશે નકારાત્મક વાતો ફેલાવનારાઓ અને નકારાત્મક રીલ બનાવવાવાળા ચેતી જજો, મુખ્યમંત્રીએ કર્યું મોટું એલાન

  • તમે ગોવા જવા માંગતા હોવ તો ભૂલ ન કરો
  • કારાત્મક રીલ બનાવવાવાળા સામે થશે કરુવાહી 
  • ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કડક કાર્યવાહી કરવામાં આવશે 

તમે ખરેખર ક્યારેય ગોવા જવા માંગતા હોવ તો ભૂલ ન કરો. ત્યાં કોઈ નકારાત્મક રીલ બનાવશો નહીં. નહીંતર તમને જેલમાં ધકેલી દેવામાં આવશે. વાત જાણે એમ છે કે, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અહીં ગોવા વિશે નકારાત્મક વાતો ફેલાવનારાઓ અને નકારાત્મક રીલ બનાવવાવાળા માટે આ વાત કહી છે. 

ગોવામાં રીલ બનાવવા માટે તમને જેલ થઈ શકે છે અથવા સાયબર ક્રાઈમ બ્રાન્ચ તમને પકડીને લઈ જઈ શકે છે. હકીકતમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 1 ઓગસ્ટે વિધાનસભામાં કહ્યું હતું કે, જે પ્રવાસીઓ ગોવામાં આવે છે અને સોશિયલ મીડિયા દ્વારા ગોવાને બદનામ કરે છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

એક અહેવાલ મુજબ મુખ્યમંત્રીએ ગોવાના ધારાસભ્ય કૃષ્ણ દાજી સાલકરના પ્રશ્નનો જવાબ આપતાં આ વાત કહી છે. સલકરે ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે, ઇન્સ્ટાગ્રામ પર ગોવાની મુલાકાત લેતા કેટલાક લોકો તેમની પોસ્ટથી રાજ્ય અને "ધાર્મિક આસ્થા"ને બદનામ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે આમાંથી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રાજ્ય વિશે ખોટી માહિતી પણ ફેલાવી છે.

આવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને બ્લોક કરવાની માગણી કરતાં સાલકરે કહ્યું, અમે પ્રવાસીઓનું સ્વાગત કરીએ છીએ, પરંતુ અમે રાજ્યને બદનામ કરવાની મંજૂરી આપી શકીએ નહીં.

શું કહ્યું મુખ્યમંત્રીએ ? 
રિપોર્ટ અનુસાર સલકરને જવાબ આપતાં મુખ્યમંત્રી સાવંતે કહ્યું કે, ઘણા પ્રવાસીઓ ગોવામાં આવે છે અને રીલ બનાવવાના નામે ગોવાને બદનામ કરે છે. જેના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોવાનું નામ કલંકિત થાય છે. આવી રીલ્સ દ્વારા ગોવાને બદનામ કરનારા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ગોવા પોલીસના સાયબર સેલને રીલ્સ કેસની તપાસ કરવા માટે કહેવામાં આવશે. સાયબર સેલ ગોવા સંબંધિત વાયરલ વીડિયો પર ખાસ નજર રાખશે. જેવી પોલીસને આવી રીલ્સની જાણ થશે કે તરત જ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી સાવંતે ગૃહને ખાતરી આપી હતી કે તેઓ આ મામલાને ગંભીરતાથી જોશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ