બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Spam Call trai recommend new rules for caller name for curb

ટેક્નોલોજી / Spam Callથી છો પરેશાન, તો ચિંતા છોડો, TRAI કરી રહ્યું છે જોરદાર તૈયારી, મળશે છૂટકારો

Arohi

Last Updated: 08:54 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TRAI Recommend For Spam Call: ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ Spam Call પર લગામ લગાવવા માટે કોલિંગ નેમ પ્રેઝેન્ટેશનને લાગુ કરવાની ભલામણ કરી છે.

Spam કે Scam વાળા કોલ પર લગામ લગાવવા માટે ટોલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની તરફથી ભલામણ કરવામાં આવી છે. તેની મદદથી યુઝર્સના ફોન પર આવતા અજાણ્યા નંબરની સાથે નામ પણ આવશે. હકીકતે આજકાલ ફોનમાં ઘણા કોલ એવા આવે છે જે પ્રમોશનલ હોય છે. આ કોલ ઘણી વખત અમુક યુઝર્સ માટે મુશ્કેલી પણ ઉભી કરી શકે છે. તેને દૂર કરવા માટે TRAIએ કોલર આઈડી ડિસ્પ્લે સર્વિસ શરૂ કરવાની ભલામણ કરી છે.

 

TRAIએ શુક્રવારે કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન સપ્લીમેન્ટ્રી સર્વિસને ટેલીકોમ નેટવર્ક રજૂ કરવાની ભલામણ કરી. આ સર્વિસ બાદ યુઝર્સને ફોન પર કોલરનું નામ બતાવશે. જોકે આ ફિચર કેવી રીતે કામ કરશે તેને વિશે ટૂંક સમયમાં જ ડિટેલ્સ સામે આવશે. 

TRAIએ કરી ભલામણ, સરકાર જાહેર કરે ગાઈડલાઈન 
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ભલામણ કરી છે કે સરકાર CNAP ફિચર્સને લાવવા માટે ગાઈડલાઈન જાહેર કરશે. તેનાથી ભારતમાં મળતા બધા ડિવાઈસ પર CNAPને જાહેર કરવામાં આવશે. હાલ TRAIએ આ ભગામણને સ્વીકાર નથી કરી. એક વખત ભલામણ લાગુ થયા બાદ સરકાર CNAP ફિચર્સ લાગુ કરવા માટે લગભગ 6 મહિનાનો સમય આપશે. 

વધુ વાંચો: કારનું આયુષ્ય વધારવા ક્યારેય ન ભૂલતા આ 5 ટિપ્સ, ગાડી કાયમ માટે રહેશે ચકાચક

CAF ફોર્મ વાળુ નામ બતાવશે 
TRAIએ પોતાની ભલામણમાં કહ્યું. આઈડેન્ટી ઈન્ફોમેશન ટેલીકોમ સબ્સક્રાઈબર પ્રોવાઈડ કરશે. આ એ નામ હોવું જોઈએ જે કસ્ટમર એપ્લીકેશન ફોર્મમાં આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ કોલ કરશે તો યુઝર્સને કોલ કરનારનું નામ સ્ક્રીન પર જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ