બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Politics / sp mla azam khan an accused in another case

BIG NEWS / આઝમ ખાનને મોટો ઝટકો: જેલમાંથી નહીં મળે છૂટકારો, વધુ એક કેસમાં ફસાયા

Pravin

Last Updated: 07:48 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપાના ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતું. હવે ઉત્તર પ્રદેશની રામપુર પોલીસે આઝમ ખાનને વધું એક કેસમાં આરોપી બનાવ્યા છે.

  • આઝમ ખાનને મોટો ઝટકો
  • જેલમાંથી છૂટવાના હતા, ત્યાં નવો કેસ સામે આવ્યો
  • વધું એક કેસમાં બનાવ્યા આરોપી

 

સપાના ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતું. હવે ઉત્તર પ્રદેશની રામપુર પોલીસે આઝમ ખાનને વધું એક કેસમાં આરોપી બનાવ્યા છે. તેમાં 2020માં રામપુરમાં નોંધાયેલ કેસમાં ફરી વાત તપાસના આદેશ આપ્યા છે. આરોપ છે કે, રામપુર પબ્લિક સ્કૂલની બિલ્ડીંગનું નકલી સર્ટિફિકેટ બનાવીને માન્યતા લીધી હતી. આ મામલામાં સુનાવણી 19 મેના રોજ થશે. હાલમાં આઝમ ખાન ટૂંક સમયમાં બહાર આવશે, તેવી અટકળોનો અંત આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર કાર્યવાહી થઈ છે. અત્યાર સુધીમાં 72માંથી 71માં આઝ ખાનને જામીન મળી ચુક્યા હતા. ફક્ત એક જામીન મળવાના બાકી હતા, જો કે, હવે ફરી એક વાર નવા કેસમાં ફસાઈ ગયા છે. 

આઝમ ખાનના છૂટવાને લઈને રાજકીય ધમાસાણ

હકીકતમાં સીતાપુર જેલમાં બંધ સપા નેતા આઝમ ખાન છૂટવાને લઈને કેટલાય રાજકીય દંગલ ચાલી રહ્યા છે. તો વળી આઝમ ખાનની મુશ્કેલીઓ વધતી જાય છે. હવે ફરી એક કેસમાં રામપુર પોલીસે આઝમ ખાનને આરોપી બનાવ્યા છે. વર્ષ 2020માં રામપુરમાં નોંધાયેલ કેસ નંબર 70/20, કલમ 420, 467, 468, 471, 120B આઈપીસીમાં પોલીસે ફરી વાર તપાસ કરીને આઝમ ખાનને આરોપી બનાવ્યા છે. તેમના પર આરોપ છે કે, તેમણે રામપુર પબ્લિક સ્કૂલની બિલ્ડીંનું સર્ટિફિકેટ નકલી લગાવીને માન્યતા મેળવી છે. 

19 મેના રોજ કોર્ટમાં થશે સુનાવણી

આ કેસમાં શુક્રરવારે રામપુરની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટમાંથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આઝમ ખાનને આ કેસમાં વોરંટ જેલ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી 19 મેના રોજ કોર્ટમાં થશે, હાલમાં આઝમ ખાન જેલમાંથી બહાર આવશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ લાગ્યું છે. આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર આ કાર્યવાહી થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ