બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / south cinema pushpa star allu arjun rejected shah rukh khan movie jawan

મનોરંજન / SRKના સ્થાને અગાઉ સાઉથના આ દિગ્ગજ એક્ટરને કરાઇ હતી ફિલ્મ Jawan ઑફર, નામ સાંભળીને જ હક્કાબક્કા થઇ જશો

Arohi

Last Updated: 06:27 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Movie Jawan: શાહરૂખ ખાનની પહેલા પઠાન અને હવે જવાન પણ બ્લોકબસ્ટર થઈ ચુકી છે. ફિલ્મ ભલે બોલિવુડ હોય પરંતુ તેમાં સંપૂર્ણ રીતે સાઉથનો ટચ આપવામાં આવ્યો છે.

  • શાહરૂખની ફિલ્મ જવાન થઈ બ્લોકબસ્ટર 
  • પહેલા આ સાઉથ એક્ટરને થઈ હતી ફિલ્મ ઓફર 
  • પણ ચમકી ગઈ શાહરૂખની કિસ્મત
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાન માટે એક વખત ફરી 2023 લકી સાબિત થયુ અને હવે તે લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. અભિનેતાની પહેલા પઠાન અને હવે જવાન પણ બ્લોકબસ્ટર થઈ ચુકી છે. ફિલ્મ ભલે બોલિવુડ હોય પરંતુ તેમાં સંપૂર્ણ રીતે સાઉથનો ટચ આપવામાં આવ્યો છે. 

ફિલ્મના નિર્દેશક એટલીથી લઈને તેમાં સાઉથના ઘણા સ્ટાર્સે પણ કામ કર્યું છે. ફિલ્મની લીડ હીરોઈન હતી સાઉથની લેડી સ્ટાર અને તેમાં વિજય સેતુપતિ પણ મુખ્ય રોલમાં જોવા મળી રહ્યા છે. શાહરૂખની જવાનમાં સંજય દત્ત પણ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં એક ખાસ રોલ નિભાવવા માટે એક સાઉથ સુપરસ્ટારને પણ અપ્રોચ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે ઈનકાર કર્યા બાદ તેમાં કામ કરવા માટે બોલિવુડ અભિનેતાના ખાતામાં આ ફિલ્મ આવી. 

આ સાઉથ સ્ટારને પહેલા ઓફર થઈ હતી ફિલ્મ 
જી હાં, આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો એક ખાસ રોલ પુષ્પા સ્ટાર અલ્લૂ અર્જુનને ઓફર થયો હતો. જોકે તેમણે તેને કરવાનો ઈનકાર કરી દીધો હતો અને હાલમાં જ આ વાતનો ખુલાસો થયો છે. 

હૈદરાબાદના સૂત્રોનું કહેવું છે કે નિર્દેશક એટલી જવાનમાં પ્રી-ક્લાઈમેક્સ સીક્વેન્સમાં એક મોટા સાઉથ સ્ટારને લાવવા ઈચ્છતા હતા. પરંતુ પુષ્પાઃ ધ રાઈઝના બાદ અલ્લુ અર્જુન શાહરૂખ ખાનની જવાનને ન હતા કરવા માંગતા. 

અભિનેતાનો હતો કેમિયો રોલ 
હકીકતે ફિલ્મમાં મેકર્સ અલ્લૂ અર્જુનને ફક્ત કેમિયો રોલમાં લેવા માંગતા હતા આવી ભુમિકા કરવા માટે પુષ્પા સ્ટાર એક્સાઈટેડ ન હતા. તેમના રિજેક્ટ કર્યા બાદ સંજય દત્તે આ ફિલ્મમાં એન્ટ્રી લીધી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

આ કારણે રિજેક્ટ કર્યો હતો રોલ 
જણાવવામાં આવી રહ્યું છે કે અલ્લૂ અર્જુને ખાસ કારણે આ પ્રોજેક્ટને રિજેક્ટ કર્યો હતો. જાણકારી અનુસાર, પુષ્પાઃ ધ રાઈઝ બાદ અલ્લુ અર્જુન પુષ્પાના સીક્વલમાં પોતાના પાત્રને મજબૂત કરવા માંગે છે. જવાનની શૂટિંગ પુણે, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઈ સહિત દેશના અલગ અલગ ભાગોમાં કરવામાં આવી છે. 

તે હાલ પુષ્પા ધ રૂલ પર જ સંપૂર્ણ રીતે ફોકસ્ડ છે જેની દેશ અને દુનિયાના મુવી લવર્સ રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન પોતાના વ્યસ્ત સેડ્યુલના કારણે ફિલ્મ માટે હા ન કહી શક્યા. અલ્લુ અર્જુન પુષ્પાઃ ધ રૂલ માટે પોતાના પાત્રમાં ઢળવા માટે ખૂબ ટ્રેનિંગ કરી રહ્યા છે અને બીજા થોડા મહિનાઓ ફક્ત તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ