બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / south actor ram charan and upasana name their daughter klin kaara konidela

મનોરંજન / સુપરસ્ટાર રામચરણે દીકરીનું નામ રાખ્યું કલિન કારા કોનીડેલા, અર્થ જાણીને ફેન્સે કહ્યું- આવા લોકો જ સંસ્કૃતિ જાળવી રહ્યા છે

Arohi

Last Updated: 11:16 AM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Charan Baby Girl name: 20 જૂને અભિનેતા રામ ચરણ અને તેમના પત્ની ઉપાસનાના ઘરે પારણું બંધાયુ હતું. ઉપાસનાએ દિકરીને જન્મ આપ્યો હતો અને હવે તેમનું નામ સામે આવ્યું છે. ઓક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

  • 20 જૂને રામ ચરણના ઘરે પધાર્યા હતા લક્ષ્મીજી 
  • પત્ની ઉપાસનાએ આપ્યો હતો દિકરીને જન્મ 
  • એક્ટરે દિકરીના નામની કરી જાહેરાત 

ફિલ્મ RRR ફેમ એક્ટર રામ ચરણના ઘરે થોડા સમય પહેલા જ પારણુ બંધાયું છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ 20 જૂને દિકરીને જન્મ આપ્યો હતો. જેની જાણકારી મળતા જ ફેન્સ અને સેલેબ્સે કપલને શુભકામનાઓ આપી હતી. એવામાં હવે બેબી ગર્લનું નામ પણ સામે આવી ગયું છે. ત્યાં જ કપલે જે દિકરીનું નામ રાખ્યું છે તેનો મતલબ જાણીને તમે ખુશ થઈ જશો. 

 

શું રાખવામાં આવ્યું દિકરીનું નામ? 
હકીકતે આજે રામ ચરણની દિકરીની દિકરીની નામકરણ સેરેમની હતી અને તેમની ઝલક ઉપાસનાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના બાદથી જ ફેન્સ દિકરીનું નામ જાણવા માટે ઉત્સાહિત છે. 

એવામાં હવે કપલે દિકરીનું નામ અને તેનો મતલબ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર રામે આખા પરિવારની સાથે ફોટો શેર કર્યો અને જણાવ્યું કે દિકરીનું નામ 'કલિન કારા કોનિડેલા' રાખવામાં આવ્યું છે. 

શું છે આ નામનો મતલબ? 
કલિન કારા કોનિડેલા, એક પવિત્ર હિંદૂ ગ્રંથ લલિતા સહસ્ત્રનામથી આપવામાં આવ્યો છે. તેમાં હિંદૂ માતા દેવી લલિતા દેવીના હજારો નામોની યાદી છે. આ નામ એક પરિવર્તનકારી, શુદ્ધ કરનાર ઉર્જાનો પ્રતીક છે જે આધ્યાત્મિક જાગૃતિ લાવે છે. 

ત્યાં જ સોશિયલ મીડિયા પર જે ફોટો સામે આવ્યો છે તેમાં રામની સાથે જ તેમની પત્ની, તેમની નાનકડી દિકરી અને મેગા સ્ટાર ચિરંજીવી પણ જોવા મળી રહ્યા છે. આ ખાસ અવસર પર બધા પારંપરિક વેશભૂષામાં જોવા મળી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ