બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Soon India will get country's first Vande Bharat Sleeper Train and Vande Metro

નિવેદન / ટૂંક સમયમાં ભારતને મળશે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો, રેલવેએ કરી તારીખ જાહેર, જાણો ખાસિયતો

Priyakant

Last Updated: 03:47 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Express News: ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર BG માલ્યાના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો આ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે

  • ભારતને ટૂંક સમયમાં મળશે વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો  
  • વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો આ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે
  • પહેલી વંદે મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2024માં આવવાની ધારણા 

Vande Bharat Express : ભારતને ટૂંક સમયમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો મળશે. વાત જાણે એમ છે કે, ભારતીય રેલવે વંદે ભારત એક્સપ્રેસના નેટવર્કને વિસ્તારવા માટે ઝડપથી કામ કરી રહી છે. આ સાથે રેલ્વે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો ચલાવવાની તૈયારી કરી રહી છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીના જનરલ મેનેજર BG માલ્યાના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર ટ્રેન અને વંદે મેટ્રો આ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે.

વંદે મેટ્રો જાન્યુઆરી 2024માં દોડશે
વંદે ભારતના સ્લીપર કોચ ચાલુ નાણાકીય વર્ષમાં શરૂ કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેનો ચલાવવાથી મુસાફરોને લાંબી મુસાફરી દરમિયાન રાહત મળશે. તેઓ આરામથી સૂઈને આરામથી તેમની યાત્રા પૂર્ણ કરી શકશે. પહેલી વંદે મેટ્રો ટ્રેન જાન્યુઆરી 2024માં આવવાની ધારણા છે પરંતુ તે આ કેલેન્ડર વર્ષમાં તૈયાર થઈ જશે. BG માલ્યાએ કહ્યું કે બિન-વાતાનુકૂલિત મુસાફરો માટેની આ ટ્રેન આ વર્ષે 31 ઓક્ટોબર પહેલા શરૂ કરવામાં આવશે. ICF વંદે મેટ્રો પણ વિકસાવી રહી છે. વંદે મેટ્રો 12 કોચની ટ્રેન હશે, જેનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે કરવામાં આવશે. 

મધ્યપ્રદેશને બીજી વંદે ભારત એક્સપ્રેસ મળશે
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ માહિતી આપી હતી કે, મધ્યપ્રદેશના નીમચને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ મળશે. નીમચમાં જનતાને સંબોધતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે હવે આ રૂટ પર વંદે ભારત ચલાવવાનો સમય આવી ગયો છે. તમારા સાંસદ સુધીર ગુપ્તાએ આ માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં આ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે. 

વંદે ભારત એક્સપ્રેસનો કલર બદલાયો 
વંદે ભારત એક્સપ્રેસ દેશભરના તમામ રેલ-ઈલેક્ટ્રીફાઈડ રાજ્યોમાં તેની સેવાઓ પૂરી પાડી રહી છે. થોડા દિવસો પહેલા રેલવેએ વંદે ભારત એક્સપ્રેસની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તેનો દેખાવ બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું. અત્યાર સુધી દેશમાં ચાલતી વંદે ભારત ટ્રેનનો રંગ સફેદ અને વાદળી છે. રેલ્વેની ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા ઉત્પાદિત નવી 8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ, નારંગી (કેસરી) અને રાખોડી રંગની છે. આ સિવાય વંદે ભારત ટ્રેનમાં ચિત્તાનો લોગો પણ બદલવામાં આવ્યો છે. 27 જાન્યુઆરી 2019 ના રોજ ટ્રેન 18 સેટનો ઉપયોગ કરતી સેવાઓનું નામ બદલીને વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવ્યું. વંદે ભારત ટ્રેનની પ્રથમ સેવા 15 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ