બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Some New Year resolutions you can make to improve your mental health this New Year

સ્વાસ્થ્ય / શહેરની દોડભાગની જિંદગીમાં યુવાનોને થઈ રહી છે ડિપ્રેશન અને એંગ્ઝાઇટી જેવી સમસ્યા, નવા વર્ષથી મેન્ટલ હેલ્થ માટે લો આ સંકલ્પ

Pooja Khunti

Last Updated: 03:30 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Year Resolution: આપણે જીવનમાં નાનાં પરિવર્તનો કરીને ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે આપણું રક્ષણ કરી શકીએ છીએ. આ નવા વર્ષે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમે આ ન્યૂ યર રિઝોલ્યુશન લઈ શકો છો.

  • એવી કોઈ પ્રવૃતિ કરો જે તમને ગમતી હોય
  • મિત્રો અને પરિવારનાં લોકો સાથે સમય પસાર કરો
  • દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક

તમને જાણીને હેરાની થશે કે આજે ચિંતા અને ડિપ્રેશન એક મોટી સમસ્યા બની ગયા છે. આજ 5 માંથી 1 વ્યક્તિ ચિંતા અથવા ડિપ્રેશનની સમસ્યા સામે સંઘર્ષ કરી રહી છે. દરેક વ્યક્તિને કોઈને કોઈ વાતની ચિંતા હોય છે. ચિંતા અને ડિપ્રેશનનાં કારણે લોકોને ઊંઘ આવતી નથી. જેના કારણે આપણું કામ અને અંગત જીવન પ્રભાવિત થાય છે. ચિંતા ન કરો તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો. આ નવા વર્ષે ચિંતા અને ડિપ્રેશનથી દૂર રહેવા માટે આ રિઝોલ્યુશન લો. 

લોકોને ના કહેતા શીખો 

ચિંતાથી બચવા માટે કોઈને ના કહેતા શીખવું પણ જરૂરી છે. ઘણી વાર આપણે એવી બાબતો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જેનાથી આપણે સહમત નથી હોતા. હવે તમારે તમારી આદતો બદલવી પડશે. જે કામ તમને ન ગમતું હોય તેને તરત જ ના કહો. 

તમારી જાત પર ધ્યાન આપો 

તમારા વ્યસ્ત જીવનમાં થોડો સમય તમારી જાત માટે પણ નિકાળો. એવી કોઈ પ્રવૃતિ કરો જે તમને ગમતી હોય. તમારી હોબીને ફોલો કરો. કોઈને ગાવાનું, નૃત્ય અથવા ચિત્રકામ કરવું ગમતું હોય છે. આવું કરવાથી તમારું મૂડ સારું રહેશે. 

સ્વાસ્થ્ય માટે બેદરકાર ન રહો 

લોકો ઘણી વાર પોતાના સ્વાસ્થ્ય માટે બેદરકાર બની જતાં હોય છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. શરૂઆતમાં લોકો આ બાબતને નજરઅંદાજ કરતા હોય છે પણ જ્યારે બીમાર પડે છે ત્યારે ટેસ્ટ કરાવવાથી ખબર પડે છે. તમને જ્યારે સ્વાસ્થ્યમાં કોઈ પરિવર્તન દેખાય તો તમારે તરત જ સારવાર લેવી જોઈએ. ઘણી વાત બીમારીની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. આ સાથે પૌષ્ટિક આહાર લો, વ્યાયામ અને ધ્યાન કરો. 

મિત્રો અને પરિવારનાં લોકો સાથે સમય પસાર કરો 

ઘણી વાર લોકો કામનાં લીધે પોતાના પરિવારનાં લોકોને સમય નથી આપી શકતા. જેની ખરાબ અસર સંબંધો પર જોવા મળે છે. જે યોગ્ય નથી. આવી સ્થિતિમાં લોકો એકલતા અનુભવવા લાગે છે. જેના કારણે ચિંતા અને ડિપ્રેશનની સમસ્યા વધી જાય છે. એટલા માટે મિત્રો અને પરિવારનાં લોકો સાથે સમય પસાર કરો. 

દારુનાં સેવનથી દૂર રહો 

દારુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી દારુનાં સેવનનાં કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જેના કારણે એક સમય પછી તમને ચિંતા અને ડિપ્રેશનની જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ