બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Social activist Teesta Setalvad has been granted interim bail by the Supreme Court

BIG NEWS / તીસ્તા સેતલવાડને ધરપકડમાંથી રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર મૂક્યો સ્ટે

Dinesh

Last Updated: 10:30 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે, ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે.

  • તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટે આપી રાહત
  • ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો
  • હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. 

ગુજરાત હાઈકોર્ટે શનિવારે તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પડકારતી સેતલવાડની અરજી પર સુપ્રીમ કોર્ટે શનિવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં તીસ્તા સેતલવાડને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડ કેસમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. 

સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું હતું
તીસ્તા પર 2002ના રમખાણોના કેસમાં નકલી દસ્તાવેજો અને એફિડેવિટના આધારે ગુજરાતને બદનામ કરવાનો પણ આરોપ છે. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થાય ત્યાં સુધી આ નિર્ણય પર રોક લગાવવાની તિસ્તાના વકીલની માંગને પણ ફગાવી દીધી છે. સેતલવાડને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં આપેલા વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું હતું, ત્યારબાદ તેમને આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી (હવે વડાપ્રધાન) નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઇટી રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે તિસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર મારફતે ખોટી એફિડેવિટ ફાઇલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તિસ્તા સેતલવાડ સામે શું છે આરોપ?
વિદેશથી આવેલા ફંડિગમાં ફ્રોડ કર્યાનો છે આરોપ
વિદેશી ફંડિગ મામલે ગુજરાત પોલીસ,CBIએ તપાસ હાથ ધરી હતી
વર્ષ 2013માં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી
ગુલબર્ગ સોસાયટીના 12 રહિશોએ તિસ્તા વિરૂદ્ધ કરી હતી ફરિયાદ
મ્યુઝિયમ બનાવવા જે ફંડિગ ભેગુ કર્યુ તેનો દૂરૂપયોગ કર્યાનો આરોપ
ગુલબર્ગ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવા વિદેશની ફંડિંગ એકઠુ કર્યુ હતું
સ્થાનિકોના આરોપ મુજબ વિદેશી ફંડિંગ તેમના સુધી નહોતુ પહોંચ્યું

તીસ્તાને ગત વર્ષના સપ્ટેમ્બરમાં સુપ્રીમે આપ્યાં હતા જામીન 
ગુજરાત રમખાણ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરાયેલા સેતલવાડને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ અમદાવાદની સાબરમતી મહિલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે વખતે કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટ તેમના રેગ્યુલર જામીન પર ચુકાદો આપી શકે છે જે અનુસાર હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ